ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Appleની સૌથી મોટી કાર્યવાહી: App Store પરથી દૂર કરાઇ 1.35 લાખ એપ્લિકેશન

Text To Speech

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી: 2025: જો તમે iPhone વાપરતા હોવ અને એપ્સ ડાઉનલોડ કરવા માટે એપ સ્ટોરનો ઉપયોગ કરો છો, તો તમારા માટે ઉપયોગી સમાચાર છે. ટેક જાયન્ટ એપલે એપ સ્ટોર પર એક મોટું પગલું ભર્યું છે. જેમાં તેના એપ સ્ટોરમાંથી એક લાખથી વધુ એપ્સ દૂર કરવામાં આવી છે. એપ સ્ટોર પર ટ્રાન્સપરન્સીને પ્રોત્સાહન આપવા માટે આવી એપ્સ દૂર કરવામાં આવી છે. એવું કહેવાઈ રહ્યું છે કે છેલ્લા બે દિવસમાં કંપનીએ એપ સ્ટોરમાંથી 1.35 લાખ એપ્સ હટાવી છે.

વિશ્વભરમાં વધી રહેલી ઓનલાઈન છેતરપિંડીને ધ્યાનમાં રાખીને, એપલે તેના એપ સ્ટોરમાંથી ઘણી એપ્સ પણ દૂર કરી દીધી છે. જો તમે iPhone યુઝર છો તો આ તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. હકીકતમાં, એપલે તેના એપ સ્ટોરમાંથી ફક્ત એક કે બે નહીં, પરંતુ 135,000 એપ્સ દૂર કરી છે. આ એપ્સ ટ્રેડર્સ ઇન્ફર્મેશન આપવામાં નિષ્ફળ ગઈ હતી. ત્યાર બાદ એપલે આ કાર્યવાહી હાથ ધરી હતી.

કંપનીએ એપ સ્ટોરને વધુ પારદર્શક બનાવવા માટે આ પગલું ભર્યું છે. વાસ્તવમાં, એપલે એપ ડેવલપર્સને તેમના વેપારીની માહિતી સબમિટ કરવા માટે 17 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. લાખો એપ્સ આમ કરવામાં નિષ્ફળ ગઈ, ત્યારબાદ કંપનીએ યુરોપિયન યુનિયનના નિયમોનું પાલન કરીને, થોડા જ દિવસોમાં તેના એપ સ્ટોરમાંથી લગભગ 135,000 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો.

હવે યુરોપિયન યુનિયન (EU)ના નિયમોનું પાલન કરીને કંપનીએ છેલ્લા બે દિવસમાં યુરોપિયન દેશોમાં 1.35 લાખ એપ્સ હટાવી છે. હવે જ્યાં સુધી તેના સંબંધિત માહિતી પ્રાપ્ત ન થાય અને એપલ તેની વેરિફાઈ ન કરી લે ત્યાં સુધી આ એપ્સ પરનો પ્રતિબંધ યથાવત રહેશે. એપ સ્ટોર લોન્ચ થયા બાદ આને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો।।શું ખાદ્ય તેલ મોંઘા થશે? કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત

Back to top button