ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

એપલના યુઝર્સ થશે હેપ્પી! કંપનીના આ નવા નિયમથી થશે ફાયદો

  • એપલે યુઝર્સે માટે કર્યો નિયમોમાં  ફેરફાર
  • હવે રિપેરીંગ કોસ્ટ થશે સસ્તી
  • હાલ માત્ર iphone 15 માટે સર્વિસ લાગુ

  HDNEWS, 14 એપ્રિલ:  દુનિયાભરમાં આઈફોન ખુબ વેચાઈ રહ્યા છે. જ્યારે પણ કોઈ નવો આઈફોન લોન્ચ થાય છે ત્યારે લોકો તેને લેવા માટે એપલ સ્ટોર પર પડાપડી કરતા હોય છે. જ્યારે ભારતમાં પણ આઈેફોન માટે જબરજસ્ત ક્રેઝ જોવા મળે છે. લોકો જ્યારે અમુક લોકો આઈફોન લેવાનું વિચારતા હોય છે પણ પછી તેઓ તેના સર્વિસમાટેના મેન્ટેન્સના કારણે માંડી વાળતા હોય છે. પણ હવે એપલે પોતાના નિયમમાં એક નવો ફેરફાર કર્યો છે. જે દરેક આઈફોન યુઝર્સ માટે ખુશીના સમચાર સમાન છે.

અત્યાર સુધી એવું હતું કે જો તમારો આઈફોનમાં કોઈ ખરાબી આવે છે જેમકે,  બેટરી હેલ્થ, સ્ક્રીન તૂટી જવી જેવી કે પછી કેમેરાેમાં ખામી સર્જાય છે તો કંપની પોતાની પોલીસી પ્રમાણે જુના ખરાબ થયેલા પાર્ટસને બદલે તદ્દન નવા પાર્ટ્સનો ઉપયોગ કરતી હતી. જેના લીધે રિપેરીંગ કોસ્ટ ખુબ જ મોંઘીે પડતી હતી. પણ હવે એવું નહી થાય. તો હવે જે લોકો મેન્ટેન્સના કારણે આઈફોન લેવા અચકાતા હતા અને જે  લોકો પાસે ઓલરેડી આઈફોન છે તો તે બધા માટે હવે એપલના આ નવા નિર્ણયથી ઘણી રાહત મળશે.

સસ્તામાં પતશે રિપેરિંગ

એપલ હવે નવા ફેરફાર કરેલા નિયમ પ્રમાણે, આઈફોન યુઝર્સને જૂના સ્પેરપાર્ટસનો ઉપયોગ કરીને આઈફોન રિપેર કરી આપશે.જેનાથી હવે લોકોને રિપેરીંગ ઓછા પૈસામાં પતી જશે.નિયમ પ્રમાણે જો તમારા આઈફોનનો કોઈ એક ભાગ બગડી જાય છે તો જો તમારી પાસે જુનો આઈફોન હોય તો એપલ તેના જુના સ્પેરપાર્ટ્સનો ઉપયોગ કરીને તમારા આઈફોનને રિપેર કરી આપશે. જેનાથી ફાયદો એ થશે કે યુઝર્સ હવેે સસ્તામાં સિક્યોર રિપેરીંગ કરાવી શકશે. આથી આઈફોન યુઝર્સને બદલાયેલા પાર્ટ્સ વિશે કોઈ પણ પ્રકારની ડાઉટ્સ નહી રહે.

 હાલમાં આ સુવિધા માત્ર  iphone 15 માટે લાગુ

હાલમાં આ સુવિધા માત્ર આઈફોન 15 માટે લાગુ કરવામાં આવી છે. અને તેમાં કોઈ પણ પ્રકારની ખામી સર્જાય છે તો તમારી રહેલા કોઈ પણ જૂનો આઈફોન છે તો તમે તેના સ્પેરપાર્ટ્સનો ઉપયોગ કરી શકો છો. હાલમાં માત્ર આઈફોન 15 માટે લાગુ કરાયેલા આ સર્વિસ સમય જતા દરેકઆઈફોન મોડલ માટે લાગું કરવામાં આવશે. આઈફોન યુઝર્સ જુના સ્પેરપાર્ટસ વાપરીને સ્ક્રીન, બેટરી, કેમેરા કે સ્પીકર્સની રિપેર કરાવી શકશે.

આ પણ વાંચો:  શું તમારો ફોન ચાર્જ કરતી વખતે ગરમ થઈ રહ્યો છે? તો તેને નજરઅંદાજ ન કરશો, જાણો તેને રોકવાની કેટલીક રીત

Back to top button