Apple લવર્સ માટે ખુશખબરઃ ભારતમાં iPhone 14 બનાવવાની તૈયારી


APPLE ભારતમાં iPhone બનાવવાનો પ્લાન બનાવી રહ્યું છે અને આ પ્રોડક્શન નવા આઇફોનનાં ચીનમાં રીલીઝ બાદ બે મહિનામાં શરૂ થશે. કંપની આ પગલું નવા ફોનની જૂની સીરિઝનાં મુકાબલે પ્રોડક્શનમાં 6-9 મહીના લેવાતો વધારે સમય ઘટાડવા માટે ઉઠાવ્યું છે.

એપલ લાંબા સમયથી ભારતમા આઇફોન બનાવી રહ્યું છે, પરંતુ નવા મોડલનું પ્રોડક્શન અહીં હંમેશા શરૂ થવામાં સમય લે છે. કંપની સૌથી પહેલા ચીનમાં પોતાના નવા આઇફોન બનાવવાનું શરૂ કરે છે. ઘણા લાંબા સમય બાદ આ ભારતમાં બનવાનું શરૂ થતું હતું. પરંતુ આ વખતે આ પરંપરા બદલાઈ શકે છે.
APPLE ભારત અને ચીનમાં iPhoneને લગભગ સાથે જ શીપ કરશે
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને ચીનમાં લોકડાઉનના ડરને ધ્યાનમાં રાખતા કંપની હવે નવા ઓપ્શનની તપાસમાં છે. TF ઇન્ટરનેશનલ સિક્યોરીટીઝ ગ્રુપની મીંગ – ચી કૂ જેવા એનાલિસ્ટનું અનુમાન છે કે એપલ બંને દેશોમાં હવેના આઇફોનને લગભગ સાથે જ શીપ કરશે, જે એપલ માટે સપ્લાય ચેનનું બેન્ચમાર્ક સાબિત થશે.

ભારત તરફથી પહેલો iPhone 14 ઓકટોબર-નવેમ્બર સુધી
એક વ્યક્તિએ પોતાની ઓળખાણ છુપાવવાની શરત પર જણાવ્યું છે કે આઇફોન મેન્યુફેક્ચર ફોકસકોન ટેકનોલોજી ગ્રુપે ચીનથી શિપિંગ કોમ્પોનન્ટની પ્રોસેસની સ્ટડી કરી અને ચેન્નાઈની બહાર પોતાના પ્લાન્ટમાઆ આઇફોન 14 ડિવાઇસને ઍસેમ્બલ કરી રહી છે.

ભારત તરફથી પહેલો આઇફોન 14 ઓકટોબર અથવા નવેમ્બર દરમિયાન મળી શકે છે. આ પર કેલિફોર્નિયા સ્થિત ક્યૂપાર્ટિનોના એપલ સ્પોકસપર્સને ટિપ્પણી કરવાથી ઇનકાર કર્યો છે. જ્યારે ફોકસકોને પણ આ સમાચારો પર રિપ્લાય આપ્યો નથી.