ChatGPTને ટક્કર આપવા Apple બનાવી રહ્યું છે પોતાનો AI ચેટબોટ, આ નામથી થઈ શકે છે લોન્ચ
AI આ વર્ષે હેડલાઇન્સમાં છે. ChatGPT પછી ઘણી કંપનીઓએ પોતાના AI ટૂલ્સ લોન્ચ કર્યા છે. આમાં સૌથી વધુ લોકપ્રિય છે ગૂગલનું Bard. જે રીતે ChatGPTએ ટૂંકા સમયમાં લોકપ્રિયતા મેળવી છે, ત્યારથી તમામ ટેક કંપનીઓ આવા જ લાર્જ લેન્ગવેજ મોડલ પર કામ કરવા માંગે છે. થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે સેમસંગ પોતાના ચેટબોટ પર કામ કરી શકે છે જેથી તેના કર્મચારીઓ ChatGPTની મદદ ન લે. આ દરમિયાન એવા અહેવાલ છે કે એપલ ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે એક લાર્જ લેન્ગવેજ મોડેલ પર કામ કરી રહ્યું છે, જેનું નામ AppleGPT હોઈ શકે છે.
ChatGPTની જેમ આ ટૂલ પણ પ્રશ્નોના જવાબ આપશે
Appleએ Ajax નામનું પોતાનું ફ્રેમવર્ક વિકસાવ્યું છે જેથી તે ચેટબોટ્સનું પરીક્ષણ કરી શકે. હાલમાં, આ માહિતી જાહેર કરવામાં આવી નથી કે કંપની તેને ક્યારે રોલઆઉટ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આવતા વર્ષ સુધીમાં સાર્વજનિક રીતે ઉપલબ્ધ થઈ શકે છે અને AppleGPT ChatGPT જેવા લોકોના પ્રશ્નોના જવાબ આપશે. Apple આ ચેટબોટ પર આંતરિક રીતે કામ કરી રહ્યું છે. ગયા મહિને યોજાયેલી ડેવલપર્સ ઈવેન્ટમાં પણ કંપનીએ આ અંગે કોઈ માહિતી શેર કરી ન હતી. જોકે કંપનીએ એપલ ફોટોઝ, ઓન-ડિવાઈસ ટેક્સ્ટિંગ અને તાજેતરમાં લૉન્ચ થયેલા મિક્સ્ડ-રિયાલિટી હેડસેટ વિઝન પ્રો જેવા કેટલાક ઉત્પાદનોમાં AI નો ઉપયોગ કર્યો છે, જે સૂચવે છે કે કંપની AI પર કામ કરી રહી છે.
અહીં Apple સપ્ટેમ્બરમાં iPhone 15 સીરીઝ લોન્ચ કરી શકે છે. આ સિરીઝને લઈને દરેક લોકો ઉત્સાહિત છે કારણ કે આ સિરીઝ ઘણા ફેરફારો સાથે આવી રહી છે. આ વખતે ડાયનેમિક આઇલેન્ડ ફીચર 15 સીરીઝના તમામ મોડલ પર ઉપલબ્ધ હશે. ઉપરાંત, કંપની બેઝ મોડલમાં 48MP પ્રાઇમરી કેમેરા આપી શકે છે. કંપની iPhone 15 Pro Max વેરિઅન્ટમાં 6X ઓપ્ટિકલ ઝૂમ પેરિસ્કોપ લેન્સ ઓફર કરી શકે છે.