HD ન્યુઝ ડેસ્ક : ભારતમાં ઉદારીકરણ થયાને લગભગ 35 વર્ષ થયા છે, જેનું પરિણામ એ આવ્યું છે કે ભારત જે હંમેશા ઘણી વસ્તુઓ માટે આયાત પર નિર્ભર હતું, તે હવે નિકાસ કરી રહ્યું છે. ફક્ત એપલ આઈફોન જ નહીં, ઇલેક્ટ્રિક કારથી લઈને ફ્રેન્ચ ફ્રાઈસ સુધીની ઘણી વસ્તુઓ હવે ભારતમાંથી નિકાસ થઈ રહી છે, જે એક સમયે આયાત કરવામાં આવતી હતી.
ફ્રેન્ચ ફ્રાઈસ: આયાતથી નિકાસ સુધી
જો આપણે ફ્રેન્ચ ફ્રાઈસના આંકડા જોઈએ તો, ૨૦૦૦ ના દાયકામાં, ભારત દર વર્ષે ૫૦૦૦ ટન ફ્રેન્ચ ફ્રાઈસની આયાત કરતું હતું. ૨૦૧૦-૧૧ સુધીમાં, તે ૭૮૦૦ ટનથી ઉપર પહોંચી ગયું. પણ હવે ચિત્ર બદલાઈ ગયું છે. નાણાકીય વર્ષ 2023-24માં, ભારતે 1.35 લાખ ટન ફ્રેન્ચ ફ્રાઈસની નિકાસ કરી છે. આનાથી દેશને લગભગ ૧૫૦૦ કરોડ રૂપિયાની કમાણી થઈ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
૧ લાખ કરોડ રૂપિયાના આઈફોન વિદેશ ગયા
સ્માર્ટફોન સેક્ટરમાં પણ આવી જ સ્થિતિ બની છે. એક સમય હતો જ્યારે ભારતમાં તમામ પ્રકારના સ્માર્ટફોન આયાત કરવામાં આવતા હતા, જ્યારે આજે દેશમાં વપરાતા સ્માર્ટફોન દેશમાં જ બનાવવામાં આવે છે. વાત અહીં પૂરી થતી નથી, એપલે 2020 થી દેશમાં iPhonesનું ઉત્પાદન શરૂ કર્યું અને 2024 માં અહીંથી નિકાસ કરાયેલા iPhonesનું મૂલ્ય લગભગ $12.8 બિલિયન સુધી પહોંચી ગયું. વર્ષ 2023 માં, આ નિકાસ 9 અબજ ડોલરની હતી, એટલે કે, ભારતે એક જ વર્ષમાં આઇફોન નિકાસમાં 42 ટકાનો વધારો નોંધાવ્યો છે.
ઈવી અને કાર પણ વિદેશમાં જઈ રહી છે
ભારત સરકારની PLI યોજનાનો લાભ લઈને, બહુરાષ્ટ્રીય કાર કંપની સિટ્રોને ભારતમાં બનેલી EV કારની નિકાસ શરૂ કરી. કંપનીએ એપ્રિલ 2024 માં ભારતમાં બનેલી તેની પહેલી સિટ્રોએન E-C3 EV કારની નિકાસ કરી. આજે ઘણા દેશોમાં તેની સારીએવી માંગ છે.
દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાની મારુતિ ફ્રાન્કોક્સ પણ હવે જાપાની બજારોમાં પોતાની હાજરી નોંધાવી રહી છે. કંપનીએ તેનું ઉત્પાદન ભારતમાં કર્યું અને ઓગસ્ટ 2024 માં સુઝુકી કંપનીના વતન દેશમાં નિકાસ કરવાનું શરૂ કર્યું. કંપનીએ તેના ૧૬૦૦ યુનિટ જાપાનમાં નિકાસ કર્યા.
ભારતીય કોફીની સુગંધ ફેલાઈ રહી છે
ભારત હંમેશા ચાની નિકાસમાં વિશ્વમાં ટોચ પર રહ્યું છે. હવે ભારત કોફી નિકાસમાં પણ પોતાનું નામ કમાવી રહ્યું છે. ૨૦૨૩-૨૪માં ભારતની કોફી નિકાસ બમણી થઈને ૧.૨૯ અબજ ડોલર થઈ ગઈ. જ્યારે ૨૦૨૦-૨૧માં તે ૭૧૯ મિલિયન ડોલર હતું. ભારત હવે વિશ્વનો સાતમો સૌથી મોટો કોફી ઉત્પાદક દેશ છે.
આ પણ વાંચો : મોટા સમાચાર: ફેબ્રુઆરી મહિનાની આ તારીખે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રુપિયાનો હપ્તો