iPhone યુઝર્સ અપડેટ કરી લો તમારો ફોન, નહીં તો ગુમાવશો આ બધી ઍક્સેસ !
Appleએ iPhone યૂઝર્સ માટે iOS 16.4.1 અપડેટ રિલીઝ કર્યું છે. આ અપડેટ iPhone 8 થી તમામ મોડલ્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે, જેને તમે સેટિંગની અંદર જઈને ડાઉનલોડ કરી શકો છો. જો તમે તમારા iPhoneને નવા મોડલ પર અપડેટ નહીં કરો, તો તમે ફોનમાં મળેલી ઘણી એપ્લિકેશનોની ઍક્સેસ ગુમાવશો. તેનો અર્થ એ કે તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં.
એક રિપોર્ટ અનુસાર, Apple જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ઓનલાઈન સોફ્ટવેર સપોર્ટ આપવાનું બંધ કરવા જઈ રહ્યું છે. આ iOS, macOS, watchOS અને tvOS ના કેટલાક યુઝર્સને અસર કરશે.
As of early May, access to Apple services, with the exception of iCloud, will stop working on devices running:
– iOS 11-11.2.6
– macOS 10.13-10.13.3
– watchOS 4-4.2.3
– tvOS 11-11.2.6
You'll likely receive notification prompting you to update— Stella – Fudge (@StellaFudge) April 5, 2023
આ app જૂના વર્ઝનમાં કામ કરશે નહીં
ઈન્ડસ્ટ્રીની જાણીતી ઈન્સાઈડર સ્ટેલા ફજે ટ્વીટ કર્યું કે Apple આગામી મહિના એટલે કે મે મહિનાથી જૂના વર્ઝન પર તેની કેટલીક સેવાઓ બંધ કરી શકે છે. ખાસ કરીને iOS 11-11.2.6, macOS 10.13-10.13.3, watchOS 4-4.2.3, અને tvOS 11-11.2.6. યુઝર્સને એક પુશ નોટિફિકેશન મળશે. જેમાં તેમને ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવા માટે કહેવામાં આવશે. જો આવું નહીં કરે તો તેઓ ઘણા સોફ્ટવેરનો ઉપયોગ કરી શકશે નહીં. Apple App Store, Siri, Maps વગેરે જેવી ઘણી એપ્લિકેશનો જૂના વર્ઝનમાં કામ કરશે નહીં. જો કે કંપની દ્વારા હાલમાં આ અંગે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. કંપનીએ આ સોફ્ટવેરને 2017 અને 2018ની વચ્ચે લોન્ચ કર્યું હતું.
iOS 16.4.1 કેવી રીતે ડાઉનલોડ કરવું
Apple એ iPhone યુઝર્સ માટે કેટલાક બગ ફિક્સ અને સુરક્ષા અપડેટ્સ સાથે iOS 16.4.1 રિલીઝ કર્યું છે. આ સિવાય કંપનીએ IPadOS 16.4.1 અને MacOS 13.3.1 પણ રિલીઝ કર્યા છે. નવા અપડેટને બહાર પાડતા, કંપનીએ કહ્યું કે iOS અને MacOS માટે નવું સોફ્ટવેર અપડેટ બે સમસ્યાઓને ઠીક કરે છે, જેમાં IOSurfaceAccelerator અને WebKitનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Apple યુઝર્સના ખિસ્સા પર વધ્યો ભાર, iPhoneની બેટરી બદલવી મોંઘી થઈ
iOS 16.4.1 અપડેટ ડાઉનલોડ કરવા માટે, સૌ પ્રથમ, તમારે iCloud પર તમારા ડિવાઈસનું બેકઅપ રાખવું પડશે. ત્યારબાદ સેટિંગની અંદર જનરલ ઓપ્શન પર જાઓ અને સોફ્ટવેર અપડેટ પર ક્લિક કરો. અહીં તમે લેટેસ્ટ અપડેટ જોશો જે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે.