કુંભના મેળામાં જવા માગતા હતા સ્ટીવ જોબ્સ, 50 વર્ષ જૂના લેટરમાં થયો ખુલાસો, 4.3 કરોડમાં વેચાયો આ લેટર


પ્રયાગરાજ, 16 જાન્યુઆરી 2025: એપલની શરુઆત કરતા પહેલા સ્ટીવ જોબ્સે ભારતની યાત્રા કરી હતી. અહીં આવતા પહેલા તેમણે પોતાના મિત્ર ટિમ બ્રાઉનને લખેલો એક લેટરમાં ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 1974માં લખેલા આ લેટરમાં જોબ્સે ટિમને કહ્યું હતું કે તે કુંભ મેળામાં જવા માગે છે. હાલમાં જ આ લેટર લગભગ 4.32 કરોડ રુપિયામાં હરાજી થયો છે. આ લેટરથી જાણવા મળે છે કે એપલની સફર શરુ થતાં પહેલા તેમની લાઈફમાં શું ચાલી રહ્યું હતું અને તે શું કરવા માગે છે.
સ્ટીવ જોબ્સે 19માં જન્મદિવસથી થોડા દિવસ પહેલા બાળપણના દોસ્ત ટિમ બ્રાઉનને લઈને આ લેટર લખ્યો હતો. તેમણે ટિમને ભારત જવાનો આખો પ્લાન બતાવ્યો અને કહ્યું કે, તેઓ કુંભ મેળામાં જવા માગે છે. સ્ટીવ જોબ્સે આ પત્રનો અં શાંતિ લખીને કર્યો, જે હિન્દુ માન્યતામાં શાંતિ અને અમન માટે ઉપયોગ થાય છે.
1974માં ભારત આવ્યા સ્ટીવ જોબ્સ
સ્ટીવ જોબ્સ જ્યારે લાઈફમાં મોટા ફેરફારના સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમણે કલમ ઉઠાવી આ લેટર લખ્યો હતો. 1974માં જોબ્સ ભારત આવ્યા અને તેઓ ઉત્તરાખંડમાં નીમ કરૌલી બાબાના આશ્રમ જવા માગતા હતા. પણ તેમને જાણવા મળ્યું કે, આધ્યાત્મિક ગુરુ ગત વર્ષે ગુજરી ગયા.
ભારતમાં 7 મહિના રોકાયા
તેમ છતાં સ્ટીવે કૈંચી ધામમાં રોકાવાનો નિર્ણય લીધો અને નીમ કરૌલી બાબાની શિક્ષા પર ચાલતા રહ્યા. તેમણે ભારતમાં સાત મહિના વિતાવ્યા અને આધ્યાત્મિક રીતે ખૂબ જ મજબૂત બનીને અમેરિકા પરત ફર્યા. તેમનું વ્યક્તિત્વ એકદમ બદલાઈ ચુક્યું હતું. જે એપલની જર્નીમાં પણ દેખાય છે.
મહાકુંભમાં સ્ટીવ જોબ્સની વાઈફ
સ્ટીવ જોબ્સ કુંભ મેળામાં આવી શક્યા, પણ તેમની વાઈફ લોરેન પોવેલ જોબ્સ તેમની ઈચ્છા પુરી કરવા માટે મહાકુંભ આવી છે. બીજા દિવસે એલર્જી હોવા છતાં તેમણે ગંગા સ્નાનો પ્લાન બનાવ્યો. ભારતમાં પોવેલ જોબ્સ સાથએ 40 લોકોની ટીમ આવી છે.
આ પણ વાંચો: અદાણી ગ્રુપને બદનામ કરનારા હિંડનબર્ગ રિસર્ચની દુકાનને તાળા લાગ્યા, માલિકે કંપની બંધ કરવાની જાહેરાત કરી