ગુજરાતટોપ ન્યૂઝ

રાષ્ટ્રીય નેતા ઉપરાંત આ ચાર નેતાએ ગુજરાતનાં રાજકારણમાં લાવી દીધી ગરમી

Text To Speech

ગુજરાતનાં રાજકારણમાં પણ ગુજરાતની હાલની ગરમીની મૌસમ ફૂલ બહાર ખીલી હોય તેવી સ્થિતિઓ નિર્માણ થઇ રહી છે અને માટે જ કહી શકાય કે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં ચૂંટણીઓ થવા જઇ રહી છે અને આ મામલાની પુષ્ટી, રાષ્ટ્રીય રાજકીય મોટા માથાનાં ગુજરાતમાં આંટા ફેરા થી જ નક્કી થઇ જાય છે. ગુજરાતનાં લોકલાડીલા નેતા અને PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ નડ્ડા, ભાજપના ગુજરાત પ્રભારી યાદવ, આમ આદમીનાં કેજરીવાલ અને સિસોદીયા જેવા તમામ રાષ્ટ્રીય નેતા ગણની સાથે સાથે ગુજરાતના રાજકારણને ગરમ થવા પાછળ આ ચોક્કસ નામો પણ એટલા જ જવાબદાર છે. તમામ હકીકતો વચ્ચે જેમ જેમ ગુજરાતની ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ તેમ લાંબા સમયથી જાહેરમાં ન દેખાતા કે ક્યારેક ક્યારેક ડોકીયુ કરી લેતા અમુક એવા નેતા પણ સક્રિય બન્યા હોવાનું ઉડી ને આંખે વળગી રહ્યું છે.

રાજકારણ માટે એક વાત વારંવાર કહેવામાં આવે છે કે, રાજકારણમાં કોઇ કાયમી મિત્ર કે કાયમી શત્રુ હોતા નથી. આ કહાવત અહી પણ ફીટ બેસી રહી હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. સીધી જ વાત કરવામાં આવે તો વાત થઇ રહી છે એ નેતાઓની, જે નેતાઓ 2017ની ચૂંટણીમાં અંડર નીથ કરન્ટ સમાન આંકવામાં આવતા હતા, જી હા 2017 ની ચૂંટણી સમયે બહુ ચર્ચિત હાર્દિક પટેલ – અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી ની ત્રિપુટી વિશે. સાપ્રાંત સમયે આ ત્રિપુટી ઊંડે ઊંડે  ભાજપ સામે કોંગ્રેસના આક્રમણમાં પ્રત્‍યક્ષ કે આડકતરી રીતે મદદ કરનારા કેટલાક અગ્રણી ચહેરાઓમાંની એક હતી. ત્રિયુટીમાંથી જીજ્ઞેશ મેવાણી ચૂંટણી પછી પણ બરોબર પોતાનાં ક્ષેત્રમાં સક્રિયતા દાખવતા જોવામાં આવ્યા છે. અપક્ષ ધારાસભ્‍ય જીગ્નેશ મેવાણી દ્વારા PM મોદી વિરુદ્ધ અપમાનજનક ટ્‍વિટ કરવા બદલ આસામ પોલીસ દ્વારા તેમની ધરપકડ બાદ ફરીથી ધરપકડ કરવામાં આવતા મેવાણીનાં કારણે હાલમાં જ ગુજરાતનું રાજકારણ ગરમાઇ ચુક્યુ છે.

હાર્દિક પટેલ અને અલ્‍પેશ ઠાકોર ખાસ કરીને 2017ની ચૂંટણી પછી અને બાદમાં રાજકીય પક્ષ સાથે જોડાણની પગદંડી પકડ્યા પછી લાંબા સમય સુધી જાહેરક્ષેત્રમાં પ્રમાણમાં નિષ્ક્રિય જોવામાં આવ્યા હતા. ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે અને માટે જ ફરીથી આ નેતાઓ પોતાની હાજરીનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તે રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્‍પેશ ઠાકોરે પણ લાંબી ચૂપકી તોડી અને કહ્યું છે કે, ગુજરાત થોડા નેતાઓની જાગીર નથી. પોતાના સમુદાયના સભ્‍યો પર નોંધપાત્ર પકડ ધરાવતા અલ્‍પેશ ઠાકોર ભાજપમાં જોડાયા ત્‍યારથી નિષ્‍ક્રિય જોવામાં આવે છે. તેમણે તેમના સમુદાયને એક કરવા માટે સ્‍નેહ સંવાદ યાત્રા શરૂ કરી છે. સોમવારે બાયડમાં જયારે તેમને પૂછવામાં આવ્‍યું કે, શું તેઓ આગામી ચૂંટણી લડશે, ત્‍યારે તેમણે કહ્યું, ‘ટિકિટ આપવી તે પક્ષ પર નિર્ભર છે. જો કે, હું રાજકારણમાં સક્રિય રહીશ કારણ કે ગુજરાત થોડા નેતાઓની જાગીર નથી.’

કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ દ્વારા હાલમાં જ કોંગ્રેસમાં પોતાની સાથે અન્યાય થઇ રહ્યાની વાત કહેવાની સાથે સાથે કાશ્‍મીરમાંથી કલમ 370 હટાવવા અને રામ મંદિર પર હિંમતભર્યા પગલાં લેવા બદલ PM નરેન્‍દ્ર મોદી અને બીજેપીની પ્રશંસા કરતી વાતો પણ કહી છે. ભાજપની પ્રશંસા કરતા હાર્દિકે કહ્યું કે જયારે કઠોર નિર્ણય લેવાની વાત આવી ત્‍યારે ભાજપ નેતૃત્‍વએ મજબૂતીથી કામ કર્યું સાથે જ પોતાનો બળાપો ઠાલવતા હાર્દિકે શોક વ્‍યક્‍ત કર્યો કે કોંગ્રેસની અંદરની કડવાશ અને ઝઘડાએ જ કોંગ્રેસને ગુજરાતમાં સીમિત કરી દીધી છે. જો કે, થોડા કલાકો પછી, યુ-ટર્ન લેતા હાર્દિકે કહ્યું કે તે જો બિડેનને પસંદ કરે છે અને તેની પ્રશંસા કરે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે તેની પાર્ટીમાં જોડાઈ રહ્યો છે. જોકે હાર્દિક પટેલની ભાજપમાં જોડાવાની શક્યતાઓ પ્રબળ જોવામાં આવે છે અને કદાચ માટે જ હાર્દિક નવી દિલ્‍હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓને મળ્યો હતો.

નરેશ પટેલનું નામ પણ ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો લાવતું નામ છે. ગુજરાતનાં બહુમત પાટીદાર સમાજનાં નરેશની ઉપમા જેમને આપવામાં આવી છે તેવા ખોડલધામ ટ્રસ્‍ટનાં પ્રમુખ અને અગ્રણી પાટીદાર નેતા નરેશ પટેલ દ્વારા પણ સક્રિય રાજકારણમાં પ્રવેશનાં અણસાર આપવામાં આવતા રાજકારણ ગરમાયું હતું. નરેશ પટેલ કોની સાથે – કોંગ્રેસ, ભાજપ, આપ કે કાઇ નહીં નવો જ પક્ષ ?  આ પ્રશ્ને ગુજરાતનાં રાજકારણમાં ગજબનો ગરમાવો લાવી દીધો હતો. જો કે, ગેબી ઘટના ક્રમ પછી પટેલ સમાજનાં આંતરીક સર્વેક્ષણમાં નરેશ પટેલ કોઇ પક્ષમાં ન જાય અને સામાજીક કાર્યો ચાલું રાખે તેવુ ફલિત થતા હાલ પટેલ કોઇની સાથે નહીં તેવું જોવામાં આવી રહ્યું છે. જો કે, અંતિમ નિર્ણય 15 મે સુધીમાં લેવામાં આવશે.

Back to top button