સપ્રીમ કોર્ટમાં આજે ગુજરાતના ત્રણ મોટા કેસોને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ચાલ્યા આવતા કેટલાક કેસોને લઈને આજે સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટે મંગળવારે ત્રણ મોટા કેસની સુનાવણી બંધ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટની અલગ-અલગ બેન્ચે સુનાવણી દરમિયાન આ કેસોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં પ્રથમ કેસ વર્ષ 2022 ગુજરાત રમખાણ કેસ છે અને બીજો 2009માં વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ અવમાનનાનો કેસ છે. ત્રીજો મામલો બાબરી ઢાંચાને તોડી પાડવા પર શરૂ થયેલી અવમાનનાની કાર્યવાહીનો છે જેને પણ સુપ્રીમ કોર્ટે બંધ કરી દીધો છે.
બાબરી ઢાંચાને તોડી પાડવાને લઈને કેસ બંધ
અયોધ્યામાં વિવાદિત બાબરી મસ્જિદને 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવી હતી. 16મી સદીમાં અયોધ્યામાં બનેલી મસ્જિદને કાર સેવકોએ તોડી પાડી હતી. આ મામલામાં ફૈઝાબાદમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી સહિત લાખો કાર સેવકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર દેશમાં તણાવ ફેલાઈ ગયો હતો. દેશભરમાં થયેલા રમખાણોમાં બે હજારથી વધુ લોકોના મૃત્યુ થયા હતા.
સુપ્રીમ કોર્ટ ગુજરાત રમખાણો સાથેના કેસોને કર્યા બંધ
મંગળવારે સુપ્રીમ કોર્ટે 2002 ગુજરાત રમખાણ સાથે સબંધિત બધા કેસ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નવ કેસમાંથી 8 કેસમાં નિર્ણય આવી ચૂક્યો છે અને નરોદા ગ્રામ મામલે ટ્રાયલ અંતિમ ચરણમાં છે. આ મામલે કાયદા પ્રમાણે કાર્યવાહી ચાલશે.
આ પણ વાંચો : તમારા બાળકો Youtube વાપર છે ? વચ્ચે આવતા ખરાબ વીડિયોને કરો સરળ રીતે Block
પ્રશાંત ભૂષણ અને તરુણ તેજપાલ કેસ બંધ કર્યા
તો સાથે સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણ અને તરુણ તેજપાલ કેસ બંધ કર્યા છે. ન્યાયાધીશ ઇન્દિરા બેનર્જી, જજ સૂર્યકાંત અને ન્યાયાધીશ એમ.એમ. સુંદરેશની ખંડપીઠે સિનિયર વકિલ કપિલ સિબ્બલે પ્રશાંત ભૂષણ અને તરુણ તેજપાલે માફી માંગી હોવાની જાણકારી આપ્યા બાદ આ કેસમાં કાર્યવાહી/સુનાવણી બંધ કરી દીધી ખંડપીઠે કહ્યું કે, અમે અવમાનના કરનારાઓ દ્વારા કરવામાં આવેલી માફીને ધ્યાનમાં રાખીને અવમાનના માટે નોંધાયેલા કેસ સાથે આગળ વધવું જરૂરી નથી માનતા. અવમાનનાની કાર્યવાહી સમાપ્ત થાય છે.સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણ વિરુદ્ધ 2009નો અવમાનના નો કેસ બંધ કરી દીધો છે.