તાજમહેલ સિવાય પણ આ જગ્યાઓ માટે પ્રસિદ્ધ છે આગ્રા, જાણી લો ફેમસ પ્લેસ
- જો તમે આગ્રા જઈ રહ્યા છો, તો તાજમહેલ સિવાય આ પર્યટન સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો. અહીં તમને સુંદર દ્રશ્યો જોવા મળશે. જો તમે પરિવાર સાથે અહીં જશો તો તમને વધુ મજા પડી જશે.
દર વર્ષે લાખો પ્રવાસીઓ આગ્રામાં તાજમહેલ જોવા માટે આવે છે. તે દેશ વિદેશના ટુરિસ્ટનું ફેવરિટ ડેસ્ટિનેશન છે. તાજમહેલ સાત અજાયબીઓમાંનું એક છે. તે તેની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જો તમે આગ્રા જઈ રહ્યા છો, તો તાજમહેલ સિવાય આ પર્યટન સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો. અહીં તમને સુંદર દ્રશ્યો જોવા મળશે. જો તમે પરિવાર સાથે અહીં જશો તો તમને વધુ મજા પડી જશે.
મેહતાબ બાગ
આ ગાર્ડન તાજમહેલથી લગભગ 7-8 કિલોમીટરના અંતરે આવેલું છે. આ એક જોવા જેવું સ્થળ છે. આ ગાર્ડનની એન્ટ્રી પર એક ફુવારો છે, જેમાં તમને તાજમહેલની સુંદરતા પણ જોવા મળશે. જો તમે ફોટોગ્રાફીના શોખીન હો તો આ જગ્યાએ બેસ્ટ ફોટા લઈ શકશો.
આગ્રાનો કિલ્લો
આગ્રાનો કિલ્લો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ કિલ્લો અકબરના શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો મુઘલ વાસ્તુકળા શૈલીમાં બનાવવામાં આવ્યો હતો. તમે કિલ્લાની અંદરનો દરબાર પણ જોઈ શકો છો, જ્યાં રોયલ વુમન તેમનો સમય પસાર કરતી હતી.
ફતેહપુર સીકરી
આ શહેર આગ્રાથી લગભગ 40 કિલોમીટરના અંતરે આવેલું છે. આ શહેરની સ્થાપના 16મી સદીમાં બાદશાહ અકબરે કરી હતી. આ સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ છે અને પ્રવાસીઓને આકર્ષે છે. સાથે તમે અકબરનો મકબરો પણ જોઈ શકો છો. તે રેતાળ અને સફેદ આરસપહાડથી બનેલું છે અને તેની આસપાસ સુંદર બગીચો છે.
મીના બજાર
આગરાનું મીના બજાર પણ જોવા જેવું સ્થળ છે. આ બજાર આગ્રાના કિલ્લામાં બનાવવામાં આવ્યું હતું છે. અહીં તમને ઘણી અનોખી વસ્તુઓ જોવા મળશે. આ વસ્તુઓ સજા ભોગવી રહેલા કેદીઓ દ્વારા બનાવવામાં આવે છે. મોગલ કાળ દરમિયાન અહીંથી રાજવંશના સભ્યો જ ખરીદી કરતા હતા. શાહજહાં અને મુમતાઝ આ બજારમાં જ મળ્યા હતા. આગ્રા જાવ તો મીના બજારની મુલાકાત ખાસ લેજો.
આ પણ વાંચોઃ ભારતીય રેલવે તરફથી ભેટ! ઉનાળામાં દોડશે વિશેષ ટ્રેનો, જાણો યાદી અને રૂટ