ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસનો બીજો દિવસ છે, ત્યારે ગુજરાતને વંદે ભારત ટ્રેન અને મહત્વની મેટ્રોના ફેઝ-1નું લોકાર્પણ કર્યું હતું. જે પછી મોદીએ થલતેજમાં એક જાહેર સભાને પણ સંબોધી હતી. જેમાં તેમણે અમદાવાદને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા અંગે વાત કરી હતી.
પોતાના સંબોધનની શરૂઆત કરતાં જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર મેટ્રો પછી અમદાવાદ મેટ્રોની સવારી કરીને હું થલતેજ પહોંચ્યો. કોઈ બહારથી વંદેભારતથી આવે તો સીધા મેટ્રોમાં ચઢીને શહેરમાં પોતાના ઘરે જઈ શકે છે અથવા કામ માટે શહેરના બીજા ભાગમાં જઈ શકે છે. મને આશ્ચર્ય થયું કે મારા શિડ્યૂલના 20 મિનિટ પહેલા હું થલતેજ પહોંચી ગયો. વિમાનમાં મુસાફરી કરતા અંદર જેટલો અવાજ આવે, વંદે ભારત ટ્રેનમાં હું આરામથી લોકો સાથે વાત કરતો હતો. અવાજ જ આવતો નહોતો.
અમદાવાદ-ગાંધીનગર ટ્વીન સિટીના ઉત્તમ ઉદાહરણ…
મારું ભારત ક્યાંય પાછળ રહી ન શકે…
આણંદ-નડિયાદ, ભરૂચ-અંકલેશ્વર, વલસાડ-વાપી, સુરત-નવસારી અને મહેસાણા-કડી જેવા અનેક ટ્વીન સિટી ગુજરાતની ઓળખને વધુ સશક્ત બનાવશે.
– પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી
#GujaratVikasModel pic.twitter.com/H5qhMZKVXX
— BJP Gujarat (@BJP4Gujarat) September 30, 2022
અમદાવાદીઓને સો-સો સલામ
વડાપ્રધાન મોદીએ સાથે જ કહ્યું કે, મારા અમદાવાદીઓ, મારે આજે અમદાવાદને સો-સો સલામ કરવી છે. નવરાત્રિનો તહેવાર હોય રાત આખી દાંડીયા ચાલતા હોય. આપણું શહેર કે ગુજરાત સૂતું ન હોય એવા નવરાત્રિના દિવસોમાં ધોમધખતી ગરમી વચ્ચે આટલો મોટો વિરાટ સાગર પહેલીવાર જોયો છે. આટલો મોટો કાર્યક્રમ અમદાવાદે કરી બતાવ્યો હોય એ મારો પહેલો અનુભવ છે. એટલા માટે અમદાવાદીઓને મારા સો-સો સલામ. એટલે અમદાવાદીઓને મેટ્રો શું છે અની બરાબર ખબર છે.
આ પણ વાંચો : કેજરીવાલ સાથે ભોજન કરનાર રીક્ષાચાલક મોદીનો ‘આશિક’
ટ્વિન સિટીને સાકાર કરશે
ગાંધીનગર અને અમદાવાદને જોડતાં રુટ અંગે મોદીએ કહ્યું કે, આવનારા સમયમાં ગુજરાતમાં અનેક ટ્વિન સિટીના વિકાસનો આધાર રખાઈ રહ્યો છે. અમદાવાદ-ગાંધીનગર આના ઉદાહરણ છે. ભારત હવે તેમાં પાછળ નથી. આણંદ-નડીયાદ, ભરુચ-અંકલેશ્વર, સુરત-વાપી, મોરબી-વાંકાનેર, મહેસાણા-કડી આવા ઘણા બધા ટ્વિન સિટી ગુજરાતની ઓળખને વધુ સશક્ત કરવાના છે. મેટ્રોના ફેઝ-2માં ગાંધીનગરને કનેક્ટ કરવામાં આવી રહ્યું છે.
મલ્ટી ટ્રાન્સપોટેશનનું હબ બનશે
રાજ્યનું દિલ ગણાતા શહેરના માટે વિકાસનો રોડમેપ રજૂ કરતા જણાવ્યું કે, ડબલ એન્જિનની સરકારનો લાભ અમદાવાદ પ્રોજેક્ટને મળ્યો. બોટાદ રેલ લાઈનનો ઓવરહેડ મેટ્રો લાઈન માટે વાપરવાની વાત આવી તો કેન્દ્ર સરકારે તરત તેની મંજૂરી આપી દીધી. તેનાથી વાસણા-જૂની હાઈકોર્ટ મેટ્રો રૂટની કામ તરત જ શરૂ થવાની સંભવ થયું. અમદાવાદ મેટ્રો પર અમે કામ કરવાનું શરૂ કર્યું તો રૂટ એવો પ્લાન કર્યો જેથી ગરીબને પણ લાભ થાય. જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટની વધુ જરૂર છે, સાંકડા રસ્તા છે ત્યાંથી મેટ્રો નીકળે.
મેટ્રોની ગતિ એટલી તેજ કે હું શિડ્યુલ કરતાં 20 મિનિટ પહેલા પહોંચ્યો.
– પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી
#GujaratVikasModel pic.twitter.com/xER4MizD3e
— BJP Gujarat (@BJP4Gujarat) September 30, 2022
13 લેનનો રોડ કાલુપુરને વધુ ઝડપથી જોડશે
અમદાવાદ મલ્ટી મોડલ કનેક્ટિવિટીનું હબ બને તેનું ધ્યાન રાખવામાં આવ્યું. કાલુપુરમાં આજે મલ્ટીમોડલ હબ બનાવવામાં આવી રહ્યું છે. અહીં બીઆરટીએસ સ્ટેશનની સામે જ ગ્રાઉન્ડ ફ્લોરમાં સીટી બસો ઊભી હશે, ટેક્સી અને પ્રાઈવેટ કાર અપર ફ્લોરમાં ઊભી હશે. સરસપુર એન્ટ્રી તરફ નવું મેટ્રો સ્ટેશન છે. કાલુપુર રોડ ઓવરબ્રિજને સરસપુર રોડ ઓવરબ્રિજ સાથે જોડવા માટે સ્ટેશન સામે 13 લેનનો રોડ બનાવવામાં આવશે. કાલુપુર ઉપરાંત સાબરમતી રેલવે સ્ટેસનને પણ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસીત કરવામાં આવી રહ્યું છે.
મેટ્રો સ્ટેશને બાળકોને મુલાકાત લેવી જોઇએ
આ સાથે જ વડાપ્રધાન મોદીએ દેશના યુવાનો તથા ધોરણ 9-10માં ભણતા બાળકોને આહ્વાન કરતા કહ્યું કે, તેમણે મેટ્રો સ્ટેશનની મુલાકાત લેવી જોઈએ. ત્યાં જઈને જાણવું જોઈએ કે મેટ્રો સ્ટેશન કેવી રીતે બન્યું છે. ત્યાં કેવી રીતે કામગીરી થતી હોય છે. ત્યાં કેવા પ્રકારની ટેક્નોલોજી વપરાય છે, તે કામ કેવી રીતે થયું છે, સ્ટેશન કેવી રીતે બનાવવામાં આવ્યા છે, ત્યાં ટનલ કેવી રીતે બનાવી છે. આ બઘી જ માહિતી તેમણે મેળવવી જોઈએ. મેટ્રો માત્ર સફર માટે જ નથી, સફળતા માટે પણ તે કામ આવવી જોઈએ. જેથી તેઓ આંદોલનનમાં ક્યારેય ભાગ ન લે અને તેને પોતાના ઘરની પ્રોપર્ટીને નુકસાન થાય એટલી પીડા આ પ્રોપર્ટીને નુકસાન કરતા સમયે થશે.
આ પણ વાંચો : જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે PM મોદીએ માતાજીની આરતી ઉતારી, રાજ્યપાલ – સીએમ જોડાયા