ભારત સિવાય આ દેશોમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે દિવાળી !
પ્રકાશ અને ખુશીઓનો તહેવાર દિવાળી એ હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. દિવાળી નિમિત્તે લોકો પોતાના ઘરોમાં દીવા પ્રગટાવે છે, તેમજ ઈલેક્ટ્રોનિક લાઈટોનો ઝગમગાટ પણ જોવા મળે છે. જો કે દરેક તહેવાર આનંદ અને ઉત્સાહનો જ હોય છે, પરંતુ દિવાળીમાં આ ઉત્સાહ અનેકગણો વધી જાય છે. દિવાળીને દીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રકાશનો આ તહેવાર દિવાળી દર વર્ષે આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 24 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે. દિવાળીના ખાસ અવસર પર લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. વિવિધ મીઠાઈઓ અને વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. ઘરના ખૂણે ખૂણે તેલ અને ઘીના દીવા પ્રગટાવવામાં આવે છે. તેમજ લોકો ફટાકડા ફોડે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારત સિવાય ઘણા દેશોમાં પણ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. વિશ્વના ઘણા દેશો છે જે પોતાની રીતે જ દિવાળી ઉજવે છે. શું તમે જાણો છો વિદેશમાં કેવી રીતે ઉજવવામાં આવે છે દિવાળી અને શું થાય છે દિવાળી સ્પેશિયલ ?
ભારત ઉપરાંત દુબઈ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર, થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપોર, નેધરલેન્ડ, કેનેડા, યુકે, યુએસએ, ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફીજી, મોરેશિયસ, કેન્યા, તાન્ઝાનિયા, દક્ષિણ આફ્રિકા, ગુયાના, સુરીનામમાં ત્રિનિદાદ અને ટોબેગોમાં દિવાળીની ઉજવણી ખૂબ જ ધામધુમપૂર્વક થાય છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ફરી પેપર લીક કાંડ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું BBA અને B.COMનું પેપર ફૂટ્યુ
નેપાળ
ભારતના પડોશી દેશ નેપાળમાં પણ દિવાળીનો તહેવાર ઉજવાય છે. નેપાળમાં દિવાળીને ‘સ્વાંતિ’ કહેવામાં આવે છે. જેમાં પહેલા દિવસે ગાયને ચોખા ખવડાવાય છે. બીજા દિવસે શ્વાનને જુદા-જુદા પકવાન ખવડામાં આવે છે. ત્રીજા દિવસે લક્ષ્મીપૂજન, ચોથા દિવસે યમ પૂજન અને પાંચમા દિવસે ભાઈબીજની ઉજવણી કરવામાં આવે છે. ત્રીજા દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. નેપાળ સંવત લક્ષ્મી પૂજા એટલે કે સ્વાંતિના દિવસે શરૂ થાય છે. ચોથો દિવસ નવા વર્ષની જેમ ઉજવવામાં આવે છે. આ દિવસે મહાપૂજા કરવામાં આવે છે. પછી પાંચમા દિવસે ભાઈ ટીકા છે, જે ભારતના ભાઈ બીજ તહેવારની જેમ ઉજવવામાં આવે છે.જાપાન
જાપાનના યોકોહામા શહેરમાં 2 દિવસ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ 2 દિવસોમાં અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જ્યાં લાખોની સંખ્યામાં લોકો મનમુકીને થીરકે છે અને ગીતો ગાય છે. એટલુ જ નહીં જુદા-જુદા ફની લાગે તેવા ચહેરા પહેરીને મસ્તી કરે છે. માનવામાં નહીં આવે પરંતુ દિવાળીના દિવસે આ જગ્યા પર ભારતીય વ્યંજન પીરસવામાં આવે છે.
મેલેશિયા
અહીં દિવાળીને લીલી દિવાળી કહેવામાં આવે છે. આ દેશના લોકો દિવાળીની શરૂઆત શરીર પર તેલ લગાવીને કરે છે. પછી મંદિરોમાં જઈને યશ, સમૃદ્ધિ અને સુખની પ્રાર્થના કરે છે. મલેશિયામાં તમિલ- હિંદુ રહે છે અને આ માટે અહીં પૂજા પાઠમાં સાઉથની છબિ જોવા મળે છે.