ટ્રેન્ડિંગધર્મ

પાપાકુંશા એકાદશી કરવાથી ધોવાઇ જાય છે પાપઃ જાણો વિષ્ણુપૂજાનું મહત્ત્વ

Text To Speech
  • પાપાકુંશા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. માટે ભક્તો શ્રદ્ધાપૂર્વક એકાદશીની તિથિએ નારાયણની પૂજા કરે છે

પાપાકુંશા એકાદશી દર વર્ષે આસો માસની શુક્લ પક્ષની તિથિના રોજ ઉજવવામાં આવ છે. આ વર્ષે પાપાકુંશા એકાદશી 25 ઓક્ટોબરે છે. એકદાશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. એકાદશીનું વ્રત રાખવાથી વિવિધ કાર્યોમાં સફળતા પણ મળે છે. પાપાકુંશા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. માટે ભક્તો શ્રદ્ધાપૂર્વક એકાદશીની તિથિએ નારાયણની પૂજા કરે છે. તો ચાલો જાણીએ પાપાકુંશા એકાદશીનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ શું છે?

આસો મહિનાની શુક્લ પક્ષની એકાદશીની તિથિ 24 ઓક્ટોબર બપોરે 3.14 વાગ્યે શરુ થશે અને 25 ઓક્ટોબર બપોરે 12.32 વાગ્યે સમાપ્ત થશે. આ રીતે ઉદયા તિથિ અનુસાર, પાપાકુંશા એકાદશી 25 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.

પાપાંકુશા એકાદશી કરવાથી ધોવાઇ જાય છે બધા પાપઃ જાણો વિષ્ણુપૂજાનું મહત્ત્વ hum dekhenge news
પાપાકુંશા એકાદશીની પૂજા

પાપાકુંશા એકાદશીની તિથિએ બ્રહ્મ મૂહૂર્તમાં જાગીને ભગવાન વિષ્ણુને પ્રણામ કરો અને ઉપવાસનો સંકલ્પ કરો. તમારી દિનચર્યામાંથી નિવૃત્ત થયા પછી, ગંગા જળ મિશ્રિત પાણીથી સ્નાન કરો. આચમન કરીને તમારી જાતને શુદ્ધ કરો. આ દિવસે પીળા વસ્ત્રો પહેરો અને સૂર્યની પૂજા કરો. આ પછી પંચોપચાર કરો અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો. ભગવાન વિષ્ણુને પીળા રંગના ફળ, ફૂલ અને મીઠાઈઓ અવશ્ય અર્પણ કરો. પૂજા દરમિયાન વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો અને મંત્રોનો જાપ કરો. અંતે આરતી કરો. આખો દિવસ ઉપવાસ રાખો. રાત્રે આરતી કરો અને ફળ ખાઓ. બીજા દિવસે, પૂજા પૂર્ણ કરીને તમારો ઉપવાસ તોડો.

પાપકુંશા એકાદશીનું મહત્વ

પાપકુંશા એકાદશીના દિવસે સોનું, જમીન, ગાય, અન્ન, પાણી, ચંપલ, છત્ર, તલનું દાન કરવાથી તે વ્યક્તિને યમરાજના દર્શન થતા નથી. શાસ્ત્રોમાં કહેવાયું છે કે શાસ્ત્રો અનુસાર માત્ર પાપકુંશા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ તમામ દાન કરવાનું સમાન ફળ મળે છે. પાપકુંશા એકાદશીનું વ્રત કરનારને પાપમાંથી મુક્તિ મળે છે. પાપકુંશા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોને ક્યારેય ધન, સુખ અને સૌભાગ્યની કમી થવા દેતા નથી.

આ પણ વાંચોઃ બદ્રી-કેદારના દર્શન બંધ થવાની તારીખ થઇ જાહેરઃ ત્યાં સુધી યાત્રા ચાલુ

Back to top button