ગુજરાતનો દરિયો કિનારો માફિયાઓ માટે ડ્રગ્સનું એપી સેન્ટર, ફરી ચરસના 19 પેકેટ મળ્યા
- દરિયા કિનારેથી બિન વારસુ ડ્રગ્સના પેકેટ મળતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ
- જખૌ દરિયા કિનારેથી BSFના પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના બિનવારસી પેકેજ મળ્યા
- 18 જૂને જખૌ દરિયા કિનારેથી BSFને ડ્રગ્સના 23 પેકેટ મળ્યા હતા
ગુજરાતનો દરિયો કિનારો માફિયાઓ માટે ડ્રગ્સનું એપી સેન્ટર બન્યુ હોય તેમ ફરી ચરસના 19 પેકેટ મળ્યા છે. જખૌ દરિયા કિનારેથી BSFના પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના બિનવારસી પેકેજ મળ્યા છે. તેમજ 18 જૂને BSFને ડ્રગ્સના 23 પેકેટ મળ્યા હતા. કચ્છના દરિયા કિનારેથી બિન વારસુ ડ્રગ્સના પેકેટ મળતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઇ છે.
આ પણ વાંચો: ગુજરાત: DGP વિકાસ સહાય દ્વારા પોલીસ કર્મચારીઓના હિતમાં લેવાયો નિર્ણય
આ પ્રકારના પદાર્થ મળે ત્યારે સૌ પ્રથમ FSL તપાસ થાય
સર્ચ ઓપરેશનમાં ક્યારે પણ આ પ્રકારના પદાર્થ મળે ત્યારે સૌ પ્રથમ FSL તપાસ થાય છે. ત્યાર બાદ NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધાય છે. આથી સંપૂર્ણ કાર્યવાહી અને ચકાસણી બાદ આ પેકેટમાં મારેઝુઆના હાસિસ ડ્રગ્સ હોવાનું ખુલ્યું છે. આ તમામ પેકેટ બાબતે કેસ નોંધાઇ ગયો છે. કચ્છના દરિયા કિનારેથી સતત માદક પદાર્થના પેકેટ મળી રહ્યા છે. ગુજરાતનો દરિયો કિનારો હવે ડ્રગ્સ માફિયાઓ માટે ડ્રગ્સનું એપી સેન્ટર બની ગયું છે. ત્યારે કચ્છ અને દ્વારકા બાદ પોરબંદરના દરિયા કિનારા પર પણ ડ્રગ્સના પેકેટ મળ્યા હતા.
અગાઉ સાત પેકેટમાં 8 કિલો 192 ગ્રામ ડ્રગ્સ મળ્યુ હતુ
અગાઉ પોલીસ વિભાગે સત્તાવાર રીતે સાત પેકેટમાં 8 કિલો 192 ગ્રામ ડ્રગ્સ હોવાનું જણાવ્યું છે. આ પેકેટની એટલે કે મરેઝુઆનાની કિંમત 12 લાખ હોવાનું જાહેર કર્યું છે. પોરબંદરના ASP ના જણાવ્યા અનુસાર, પોરબંદરના દરિયા કિનારા પર હારબર પોલીસ મથક વિસ્તારમાંથી છ પેકેટ મળી આવ્યા હતા. અને માધવપુર પોલીસ ચોકી વિસ્તારમાં એક પેકેટ મરેઝુઆના નામનું ચરસ મળી આવ્યું છે. જેનું વજન ગાંધીનગર સ્થિત નરકોટિક્સ વિભાગના જણાવ્યા અનુસાર, કુલ 8 કિલો 192 ગ્રામ છે અને તેની અંદાજીત કિંમત 12 લાખ જેટલી આંકવામાં આવી છે.