અરવલ્લી પેપર લીકમાં એપી સેન્ટર રહ્યું છે : યુવરાજસિંહ જાડેજા
પેપર લીક મામલે યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદને સંબોધીને ખુલાસો કરતાં કહ્યું કે, રવિવારના રોજ પરીક્ષામાં પેપર ફૂટવાની સંભાવના વ્યક્ત કરી હતી અને તેના ભાગરૂપે ATS એ તપાસ કરી. તપાસમાં જે પણ નામ સામે આવ્યા છે, તેમ ખાસ કરીને મુખ્ય 3 વ્યક્તિઓ ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્મા કે જેઓ માત્ર જુનિયર ક્લાર્કના પેપર લીક સાથે સાથે જ સંકળાયેલા નથી તેઓ કેન્દ્ર સરકાર દ્વારા તમામ ઓનલાઈન પરીક્ષાના કૌભાંડ સાથે સીધા સંકળાયેલા છે.
આ પણ વાંચો : લોકસભા-રાજ્યસભામાં ગુંજ્યો અદાણીનો મુદ્દો 3 ફેબ્રુઆરી સુધી કાર્યવાહી સ્થગિત
વધુમાં કહ્યું કે ઉર્જા વિભાગનું એક વર્ષ પહેલા 4 જાન્યુઆરી 2021 ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને મે જાણ કરેલી કે ઉર્જા વિભાગમાં ઓનલાઈન સ્કેમ ચાલી રહ્યું છે. એની સાથે પણ આ જ વ્યક્તિઓ સીધી રીતે સંકળાયેલા છે. આ જ ભાસ્કર ચૌધરી અને તેની બીજી ગેંગ કે જે અન્ય રાજ્યોના ખોટ સર્ટિફિકેટનો ધંધો ચલાવતા હતા જેનું અમે આજથી 1 વર્ષ પહેલા સ્ટિંગ પણ કર્યું હતું. અમારી પાસે જેટલા પુરાવા છે તે તમામ PMO ના ડેશબોર્ડમાં મોકલી આપ્યા છે. હજી બીજા પણ પુરાવા છે જે અમે ATS ચીફ ને આપવા માંગીએ છીએ.વધુમાં યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે કેતન બારોટ કે જે અરવલ્લી જિલ્લા સાથે સંકળાયેલો છે અને અરવલ્લી પેપર લીકમાં એપી સેન્ટર રહ્યું છે. કેતન બરોટનું મોસાળ નરસિંહપુર છે. અવિનાશ પટેલ પેપર લીકમાં સીધો જોડાયેલો છે. અવિનાશ પટેલની પત્ની અને અન્ય સંબંધી ઉર્જા વિભાગમાં નોકરી કરે છે અને તેની પત્નીનું સર્ટિફિકેટ ખોટું છે.
આ પણ વાંચો : 23 APMC ની ચૂંટણી જાહેર, એપ્રિલ મહિનામાં 17 APMC ની ચુંટણી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોબાઈલ ડિટેલના માધ્યમથી આ તમામ બાબતો સ્પષ્ટ થશે. અવિનાશ પટેલ કે જે અરવિંદ પટેલનો ભયનો છે. મનહર પટેલ, અરવિંદ, અવિનાશ પટેલ અને અજય પટેલ સાથે જોડાયેલા છે. LRD પરીક્ષામાં પેપર લીક થવાની ઘટનામાં પણ આરોપીઓ સંકળાયેલા છે. નિશિકાંત સિંહાની ભૂમિકા આમાં મુખ્ય રહેલી છે અને તેની ધરપકડ થવી જોઈએ, તે રાજકીય વગ ધરાવે છે અને તે બ્યુરોકરેટ સાથે જોડાયેલ છે. 2014 પછીની ભરતીની તપાસ CBI અથવા SIT દ્વારા કરવામાં આવે તેવી માંગ યુવરાજસિંહે કરી હતી.