- આગામી શૈક્ષણિક સત્રથી ઓનલાઇન કોર્સ શરૂ
- કોર્સ કોઈપણ ઉંમરની વ્યક્તિ ભણી શકે છે
- પહેલી જુનથી તેમાં ઓનલાઇન ફોર્મ ભરી શકશે
દેશની સૌ પ્રથમ ગુજરાત યુનિવર્સિટી આગામી શૈક્ષણિક સત્રથી ઓનલાઇન કોર્સ શરૂ કરશે. અને વિદ્યાર્થીઓ પહેલી જુનથી તેમાં ઓનલાઇન ફોર્મ ભરી શકશે. હવે આપ વિશ્વનાં કોઈપણ ખૂણામાં રહેતાં હોવ પરંતુ ગુજરાત યુનિવર્સિટી માંથી આપ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રજ્યુએશનનો અભ્યાસ કરી શકો છો.
25 ડિપ્લોમાં અને 30થી વધુ સર્ટિફિકેટ કોર્સ શરૂ
આ માટે UGC દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરીમાં આ કોર્સ શરૂ કરવા અંગે જાહેરાત કરવામા આવી હતી. પરંતુ મિડ ટર્મમાં પ્રવેશ પ્રકિયા શરૂ કરવી ઉચીત ન હોઇ આગામી સત્રથી ઓલાઇન કોર્સ શરૂ કરવાની જાહેરાત કરવામા આવી છે. ગુજરાત યુનિવર્સિટી આગામી સપ્તાહથી B.com, BA, M.com, MA, Msc ઇન મેથ્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિગ અને 25 ડિપ્લોમાં અને 30થી વધુ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા જઈ રહી છે.
કોર્સ કોઈપણ ઉંમરની વ્યક્તિ ભણી શકે છે
આ કોર્સ કોઈપણ વ્યકિત કોઈપણ ઉંમરની હોય તે આ કોર્સમાં એડમિશન લઈ સકશે. આ કોર્સનું એડમિશનથી લઈને પરીક્ષા અને ડિગ્રી ઓનલાઇન અપાશે. આગામી 1 જૂનથી કોર્સમાં એડમિશન શરૂ થઈ શકે છે.
દેશ-વિદેશના કોઇપણ ખુણે બેસીની વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રી મેળવી શકશે
યુનિવર્સિટીમાં વર્ષ 2022-23માં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાહેરાત કરાઇ હતી કે, હવે પછી યુનિવર્સિટી દ્વારા આર્ટસ, કોમર્સ સહિતના જુદા જુદા અભ્યાસક્રમો ઓનલાઇન શરૂ કરવામાં આવશે. માત્ર ગુજરાત નહીં પરંતુ દેશ-વિદેશના કોઇપણ ખુણે બેસીની વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રી મેળવી શકશે. હાલમાં યુનિવર્સિટીએ આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિતના રેગ્યુલર કોર્સમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે.