રિલેશનમાં વધી રહ્યો છે Anxietyનો ખતરો? લક્ષણો જાણી અજમાવો ઉપાય
- શું હોય છે Relationship Anxiety, આ વિશે જાણવુ છે ખૂબ જરૂરી
- તેની અસરથી પાર્ટનર સાથેના રિલેશન બગડી શકે છે
- ક્યારેક વ્યક્તિ એવુ વર્તન કરવા લાગે છે જે સામેવાળી વ્યક્તિને ગમતુ નથી
જ્યારે તમે કોઇ વ્યક્તિ સાથે રિલેશનમાં જોડાવ છો ત્યારે તે વ્યક્તિ પ્રત્યે તમારે ઇમાનદાર અને સાચુ હોવુ પડે છે. કોઇ વ્યક્તિને પ્રેમ કરવો એ દુનિયાના સૌથી સુંદર અહેસાસમાંથી એક છે. આ એક બેસ્ટ રિલેશન છે. તમે જ્યારે કોઇ વ્યક્તિને પ્રેમ કરો છો ત્યારે તમારા દિલમાં હંમેશા તેને ગુમાવી દેવાનો ડર રહે છે. તમે આ કારણે ક્યારેક એવી વર્તણુક કરવા લાગો છો જે સામેવાળી વ્યક્તિને પસંદ પડતી નથી. તેની ખરાબ અસર તમારા રિલેશન પર પડે છે. કોઇ વ્યક્તિ પર શંકા કરવાથી તમારા રિલેશન ખરાબ થઇ શકે છે.
આ શંકાના કારણે તમે નેગેટિવ પણ વિચારવા લાગો છો, જે વાત તમારા પાર્ટનરને પ્રભાવિત કરે છે અને તેના અને તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં ઘટાડો થાય છે. તેની અસર સૌથી પહેલા તો તમારા સંબંધો પર પણ પડે છે. આ Relationship Anxietyની શરુઆત છે. આજે તમને જણાવીશું કે શું છે રિલેશનશિપ એન્ગઝાઇટીના લક્ષણો અને તેને તમે કેવી રીતે યોગ્ય કરી શકો છો.
આ છે Relationship Anxietyના લક્ષણો
- દરેક વાતને લઇને ઓવરથિંકિંગ કરવુ
- સતત પાર્ટનરને મેસેજ કરતા રહેવુ
- જુની વાતોને લઇને ખૂબ વિચારવુ અને પરેશાન રહેવુ
- તમારા સાથીની ફિલિંગ્સ પર શંકા કરતા રહેવુ
- તમારો પાર્ટનર તમારી પાસે વારંવાર પ્રેમના પુરાવા માંગે
- તમારા પાર્ટનરને લાગવુ કે તમે તેના માટે બેસ્ટ નથી
- ખરાબ પરિસ્થિતિઓ અંગે વિચારવુ અને પરેશાન રહેવુ
આ રીતે કરો Relationship Anxietyને મેનેજ
- તમારા પાર્ટનર સાથે કોઇ પણ વાત અંગે ખુલીને ચર્ચા કરો
- તમારા પાર્ટનર સાથે તમારી ફિલિંગ્સ ખુલીને શેર કરો
- કોઇ પણ વાત તમારા પાર્ટનરને કહેતા ગભરાવ નહીં
- ખુદને રિલેક્સ ફીલ કરાવવાની નવી રીતો શોધો
- પોતાની જાતને વર્તમાનમાં રાખવાની કોશિશ કરો
- ભૂતકાળ વિશે બહુ વિચાર્યા ન કરો અને ભવિષ્યની ચિંતાઓ ન કરો
આ પણ વાંચોઃ પુરૂષોની આ આદતો પાર્ટનરને પસંદ નથી આવતી, તુરંત સુધારો