મનોરંજનલાઈફસ્ટાઈલ

અનુષ્કા-વિરાટે મુંબઇમાં ભાડે મકાન લીધુઃ ભાડુ સાંભળીને ચક્કર આવશે!

Text To Speech
  • કરોડોની પ્રોપર્ટી ધરાવતા કપલે જુહુમાં નાનકડો ફ્લેટ ભાડે લીધો
  • અગાઉ અલીબાગમાં જમીન પણ ખરીદી હતી

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી અત્યારનુ બેસ્ટ અને હોટ કપલ છે. આ બંનેની જોડીને તેમના ચાહકોનો પણ ખુબ જ પ્રેમ મળે છે. આ કપલ હંમેશા કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. વિરાટ અને અનુષ્કા શર્મા માત્ર પર્સનલ લાઇફને લઇને જ નહીં, પરંતુ પ્રોફેશનલ લાઇફને લઇને પણ હંમેશા ચર્ચામાં રહે છે. હવે તાજેતરમાં જ આ બંનેને લઇને એક નવા સમાચાર સામે આવ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી અનુષ્કા અને વિરાટે પ્રખ્યાત સિંગર કિશોર કુમારના જુહુ સ્થિત બંગલાને લીઝ પર લીધો હતો. હવે તાજેતરના રિપોર્ટની વાત માનીએ તો આ બંનેએ મુંબઇમાં એક નાનકડો ફ્લેટ ભાડે લીધો છે. તેની કિંમત સાંભળીને કોઇ પણ વ્યક્તિને એક મિનિટ માટે ચક્કર આવી જાય!

નવા ફ્લેટ માટે સાત લાખ રૂપિયા ડિપોઝીટ આપી
વિરાટ કોહલી અને અનુષ્કાએ મુંબઇના પોશ વિસ્તાર જુહુમાં એક ફ્લેટ ભાડે લીધો છે. તેમનો આ ફ્લેટ હાઇ ટાઇડ બિલ્ડિંગના ચોથા ફ્લોર પર છે. રિપોર્ટ્સની વાત માનીએ તો અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ રેન્ટ પર લીધેલો ફ્લેટ માત્ર 1650 સ્કવેર ફીટનો છે. અહીંથી સંપુર્ણ સી વ્યુ દેખાય છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના આ નવા ફ્લેટનુ ભાડુ 2.76 લાખ એટલે કે પોણા ત્રણ લાખની આસપાસ છે. આ ફ્લેટ માટે આ કપલે લગભગ સાડા સાત લાખ ડિપોઝીટ આપી છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના જુહુ સ્થિત ઘરના માલિક અન્ય કોઇ નહીં, પરંતુ પુર્વ ક્રિકેટર સમરજીત સિંહ ગાયકવાડ છે.

અનુષ્કા-વિરાટે મુંબઇમાં ભાડે મકાન લીધુઃ ભાડુ સાંભળીને ચક્કર આવશે! hum dekhenge news

અલીબાગમાં જમીન પણ ખરીદી છે
આ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મહારાષ્ટ્રના અલીબાગના જિરાદ ગામમાં 3350 સ્ક્વેર ફીટ જમીન ખરીદી હતી. આ જમીન રાયગડ જિલ્લામાં છે. આ જમીન માટે કપલે 19.24 કરોડ રુપિયા આપ્યા હતા. રિપોર્ટસ મુજબ જમીનની નોંધણી 1 સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પાસે મુંબઈ અને ગુડગાંવમાં આલીશાન ઘર પણ છે.

આ પણ વાંચોઃ કેએલ રાહુલ-આથિયાના લગ્નની તૈયારી શરૂ, લગ્નના આલિશાન ડ્રેસ પણ થવા લાગ્યા ફાઈનલ, આ દિવસે થશે વેડિંગ

Back to top button