ટ્રેન્ડિંગમનોરંજન

અનુષ્કા-વિરાટ લંડનમાં નોન-સેલિબ્રિટી લાઈફની મજા માણી રહ્યાં છે, થયા કેમેરામાં કેદ

  • અનુષ્કા-વિરાટ હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈને જાગૃત રહ્યાં છે અને તેને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. પોતાનાં બાળકો વામિકા અને અકાયની પ્રાઈવસીનો પણ તેઓ ખ્યાલ રાખે છે

HD ન્યુઝ ડેસ્કઃ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં લંડનમાં છે, અહીં બંને ગ્લેમર અને લાઈમલાઈટથી દૂર નોન-સેલિબ્રિટી લાઈફ એન્જોય કરી રહ્યાં છે. અનુષ્કા-વિરાટ હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈને જાગૃત રહ્યાં છે અને તેને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. પોતાનાં બાળકો વામિકા અને અકાયની પ્રાઈવસીનો પણ તેઓ ખ્યાલ રાખે છે. લાઈમલાઈટથી દૂર રહેવા માટે કપલ લંડનમાં છે. અહીં બંનેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તાજેતરમાં આ કપલ લંડનમાં શોપિંગ માટે બહાર નીકળ્યું હતું અને કોઈએ તેમને કેમેરામાં કેદ કરી લીધું હતું.

Virat Kohli spotted at London Street with Shopping bags alongside his Wife Anushka Sharma 🛍️.

લંડનમાં શોપિંગ કરવા નીકળ્યાં વિરાટ-અનુષ્કા

સોશિયલ મીડિયા પર સામે આવેલી આ તસવીરોમાં અનુષ્કા શર્મા આગળ ચાલતી જોવા મળી રહી છે અને વિરાટ કોહલી હાથમાં શોપિંગ બેગ સાથે અનુષ્કાની પાછળ ચાલી રહ્યો છે. આ દરમિયાન અનુષ્કાએ સફેદ ટોપ અને બ્લેક પેન્ટ પહેર્યું છે અને તેના ખભા પર લાલ હેન્ડબેગ છે. વિરાટ બ્લેક પેન્ટ અને પિંક ટી-શર્ટ પહેલી છે અને હાથમાં શોપિંગ બેગ સાથે તે અનુષ્કાની પાછળ ચાલી રહ્યો છે. આ પહેલા પણ વિરાટનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે ક્રિકેટર લાઈમલાઈટ અને ગ્લેમરથી દૂર રહીને નોન-સેલિબ્રિટી લાઈફની મજા માણી રહ્યો હતો. વીડિયોમાં વિરાટ ટ્રેનની રાહ જોતો જોવા મળ્યો હતો.

અનુષ્કા-વિરાટ પહેલીવાર 2013માં મળ્યાં હતાં

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની લવ સ્ટોરીની વાત કરીએ તો બંનેની પહેલી મુલાકાત 2013માં એક જાહેરાતના શૂટિંગ દરમિયાન થઈ હતી. જે પછી બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેમણે લાંબા સમય સુધી પોતાના સંબંધોને છુપાવીને રાખ્યા હતા. 2017માં, તેઓ ઈટાલીમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયાં હતાં. આ દંપતીએ જાન્યુઆરી 2021માં દીકરી વામિકાને જન્મ આપ્યો. ત્યારબાદ ફેબ્રુઆરી 2024માં તેઓ દીકરા અકાયના પેરેન્ટ્સ બન્યાં હતાં. કપલે સોશિયલ મીડિયા દ્વારા તેમના પુત્રનું નામ જાહેર કર્યું હતું.

આ પણ વાંચોઃ ફિલ્મોના કારણે પરિવાર અને બાળકોથી દૂર થયો, આમિર ખાન રડી પડ્યો

Back to top button