અનુષ્કા શર્માની મુશ્કેલીઓમાં વધારો, ટેક્સ મામલે બોમ્બે હાઈકોર્ટ તરફથી કોઈ રાહત નહી
અભિનેત્રી અનુષ્કા શર્માનું નામ આ દિવસોમાં સેલ્સ ટેક્સ નોટિસ 2012-13 અને 2013-14 વચ્ચેના કેસ માટે ચર્ચામાં છે. આ સબંધે અનુષ્કાએ સેલ્સ ટેક્સ નોટિસ સામે બોમ્બે હાઈકોર્ટમાં MVAT એક્ટ હેઠળ કુલ ચાર અરજીઓ દાખલ કરી હતી. પરંતુ તેને આ મામલે રાહત મળી નથી જેથી તેની મુશ્કેલીમાં વધારો થયો છે.
અનુષ્કા શર્માની મુશ્કેલીઓમાં વધારો
બોલિવૂડની સુંદર અભિનેત્રી અનુષ્કા શર્મા આ દિવસોમાં પોતાના અને વિરાટના વાયરલ વીડિયોને લઈને સતત ચર્ચામાં છે. અભિનેત્રીએ માત્ર પોતાની સુંદરતાથી જ નહીં પરંતુ પોતાના અભિનયથી પણ ચાહકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે.હવે ફરી એકવાર અનુષ્કાનું નામ સેલ્સ ટેક્સ નોટિસ 2012-13 અને 2013-14 વચ્ચેના કેસ માટે ચર્ચામાં આવ્યું છે. આનો સામનો કરવા માટે અનુષ્કાએ સેલ્સ ટેક્સ નોટિસ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં MVAT એક્ટ હેઠળ કુલ ચાર પિટિશન દાખલ કરી હતી, પરંતુ હજુ સુધી તેને આ મામલે કોઈ રાહત મળી નથી.
કોર્ટે અનુષ્કાની અરજી ફગાવી દીધી
અનુષ્કાની અરજીને ફગાવી દેતા બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે તે મહારાષ્ટ્ર વેલ્યુ એડેડ ટેક્સ એક્ટના નિર્ણય સામે અપીલ કરી શકે છે. કોર્ટે અનુષ્કાને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. જસ્ટિસ નીતિન જામદાર અને અભય આહુજાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે, જેમાં અભિનેત્રીની વિવાદાસ્પદ અરજીને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવી છે.
શું છે અનુષ્કાના આ કેસનો સમગ્ર મામલો?
અભિનેત્રી અનુષ્કાએ વર્ષ 2012-13 અને 2013-14માં મહારાષ્ટ્ર વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ હેઠળ મઝાગોનસેલ્સ ટેક્સ ડેપ્યુટીના આદેશને પડકારતી બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અનુષ્કાએ આ કાયદા હેઠળ ચાર અરજીઓ દાખલ કરી હતી, જેને કોર્ટે ફરી એકવાર સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. માં ટેક્સના આ આદેશોને પડકારવામાં આવ્યા હતા.
પ્રદર્શન અને જાહેરાતો સાથે જોડાયેલ છે ટેક્સ
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સરકારે અનુષ્કાની 12.3 કરોડ રૂપિયાની આવક પર 1.2 કરોડ રૂપિયાનો ટેક્સ લગાવવાનો આદેશ આપ્યો હતો. અને વર્ષ 2013-14માં અનુષ્કા પર 17 કરોડ રૂપિયાની આવક પર 1.6 કરોડ રૂપિયા ટેક્સ લગાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે ટેક્સ પર્ફોર્મન્સ અને જાહેરાતો સાથે સંબંધિત હતો.
આ પણ વાંચો : સુરત કોર્ટ બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓનો વિરોધ, ભાજપ સરકાર પર લગાવ્યા આ આરોપ