સ્પોર્ટસ

શાનદાર સદી બાદ વિરાટ કોહલીના હેલ્થ અંગે અનુષ્કા શર્માએ કર્યો મોટો ખુલાસો

Text To Speech

વિરાટે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 186 રન બનાવ્યા હતા. તે બેવડી સદી ફટકારવામાંથી ચૂકી ગયો, પરંતુ આ સમયગાળા દરમિયાન તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા. ત્યારે તેની પત્ની અનુષ્કાએ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની તબિયતને લઈને એક મોટો ખુલાસો કર્યો છે.

કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની 75મી સદી ફટકારી

વિરાટ કોહલીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 75મી સદી ફટકારી હતી. વિરાટે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 186 રન બનાવ્યા હતા. પરંતુ તે બેવડી સદી ફટકારવામાંથી ચૂકી ગયો, પરંતુ આ દરમિયાન તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. ત્યારે વિરાટ કોહલીએ સદી પત્ની અનુષ્કા શર્માને સમર્પિત કરી હતી. ત્યારે આ બઘા વચ્ચે અનુષ્કાએ સોશિયલ મીડિયા પર એક મોટો ખુલાસો કર્યો છે.

અનુષ્કાનો ખુલાસો-humdekhengenews

અનુષ્કાએ કોહલીની તબિયતને લઈને કર્યો ખુલાસો

ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કોહલીનો વીડિયો શેર કરતા અનુષ્કાએ જણાવ્યું કે વિરાટ બીમાર હોવા છતાં આટલી મોટી ઈનિંગ રમી. તે કમજોરી અનુભવી રહ્યો હતો. અનુષ્કાએ લખ્યું, “આટલા સંયમ સાથે બીમારીનો સામનો કરી બેટીંગ કરી છે. તમે હંમેશા મને પ્રેરણા આપી છે.

અગાઉ વિરોટે 23 નવેમ્બર 2019માં સદી ફટકારી હતી

મહત્વનું છે કે કોહલીએ 1205 દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી. આ તેની 28મી ટેસ્ટ સદી છે. વિરાટે છેલ્લે 23 નવેમ્બર 2019ના રોજ કોલકાતામાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી.

અનુષ્કાનો ખુલાસો-humdekhengenews

ટેસ્ટમાં કોહલીની બીજી ધીમી સદી

ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની આ બીજી સૌથી ધીમી સદી પણ છે. તેણે આ સદી માટે 241 બોલનો સામનો કર્યો હતો.અગાઉ કોહલીની સૌથી ધીમી સદી 2012માં નાગપુરના મેદાનમાં ઈંગ્લેન્ડ સામે આવી હતી. તે મેચમાં તેણે સદી માટે 289 બોલનો સામનો કર્યો હતો.

આ પણ વાંચો : વરસાદના પાણી માટે અત્યારથી જ જાગ્યું AMC, પાણીના નિકાલ માટે ઊભી કરવામાં આવી ખાસ સિસ્ટમ, તમે પણ જાણી લો

Back to top button