અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની લંડન ડેટ, સોશિયલ મીડિયા પર તસવીર થઈ વાયરલ
અનુષ્કા શર્માએ તેના પતિ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં લંડનમાં ફરે છે અભિનેત્રી અનુષ્કા શર્માએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લંડનની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કપલની લંડન ટ્રીપ જોઈ શકાય છે. અનુષ્કાએ આ તસવીરોની સાથે એક કેપ્શન પણ આપ્યું છે. અનુષ્કા અને વિરાટ બંને તેમની લંચ ડેટ પર કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા.
અનુષ્કા શર્મા તેના પતિ અને ક્રિકેટર વિરાટ કોહલી સાથે લંડનમાં ફરે છે.અનુષ્કાએ 1 જુલાઈએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લંચ ડેટની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં પ્રથમ તસવીરમાં લંડનની એક હોટલનું મેનૂ કાર્ડ હતું. જેમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંચ ડેટ પર ગયા હતા.
તો બીજી તરફ અનુષ્કાએ ખાણી-પીણીની આગામી કેટલીક તસવીરો શેર કરી છે.અનુષ્કાએ તેનો અને વિરાટનો ફોટો પણ શેર કર્યો હતો, પરંતુ આ ફોટોમાં કપલ હોટલને બદલે કારમાં જોવા મળ્યા હતા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઘણીવાર કપલ ગોલ કરતા જોવા મળે છે.ગયા મહિને આ કપલ અમેરિકા પણ ગયું હતું, જ્યાં વિરાટ અને અનુષ્કાએ અમેરિકાના પ્રખ્યાત ગાયક કૃષ્ણ દાસના કીર્તનમાં પણ ભાગ લીધો હતો.
આ પણ વાંચો : મૌની રોયનો કિલર અને બોલ્ડ લુક, જોઈ તમે કહેશો, હાયયયય