અનુરાગ કશ્યપની ‘Kennedy’નું પોસ્ટર રિલીઝ, Cannes ફિલ્મ ફેસ્ટિવલની કેટેગરીમાં સિલેક્ટ


અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ ‘Kennedy’નું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. અનુરાગ કશ્યપની આ આગામી ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
View this post on Instagram
Cannes ફિલ્મ ફેસ્ટિવલમાં સિલેક્ટ
અનુરાગ કશ્યપની આ ફિલ્મ Cannes ફિલ્મ ફેસ્ટિવલ 2023માં ‘મિડનાઈટ સ્ક્રીનિંગ’ કેટેગરીમાં સિલેક્ટ કરવામાં આવી છે. આ કેટેગરીમાં સિલેક્ટ થયા બાદ ફિલ્મના નિર્માતાઓએ તેનું પોસ્ટર રિલીઝ કર્યું છે.ૉ
આ પણ વાંચોઃ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ નો Box Office પર દબદબો, જાણો- વર્લ્ડવાઈડ કલેક્શન !
‘Kennedy’ ફિલ્મની સ્ટોરી આ પ્રકારની હશે
અનુરાગ કશ્યપની આ આગામી ફિલ્મની સ્ટોરી એક પૂર્વ પોલીસ અધિકારીની આસપાસ ફરતી જોવા મળશે. ફિલ્મમાં, તે પોલીસ અધિકારી લાંબા સમયથી મૃત હોવાનું માનવામાં આવે છે. તેમ છતાં તે ભ્રષ્ટ પ્રણાલી સામે તેનું કાર્ય બંધ કરતો નથી, અને તે મુક્તિની શોધમાં છે.

આવું છે ‘Kennedy’ફિલ્મનું પોસ્ટર
‘Kennedy’ ફિલ્મનું પોસ્ટર જોઈને લાગે છે કે આ ફિલ્મ ખૂબ જ મજેદાર બનવાની છે. પોસ્ટરમાં, ફિલ્મનો મુખ્ય અભિનેતા રાહુલ ભટ્ટ માસ્ક પહેરેલો જોવા મળે છે. રાહુલ ભટ્ટ સાથે સની લિયોન દરવાજા પાસે ઉભી છે અને રડી રહી છે. આ સાથે, પોસ્ટર ગન અને લોહીના ડાઘા ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી તરફ ધ્યાન દોરે છે.
થ્રિલર ફિલ્મો માટે પ્રખ્યાત
ફિલ્મનું પોસ્ટર જોયા બાદ કહી શકાય કે આ ‘Kennedy’એક થ્રિલર ક્રાઈમ ફિલ્મ હોઈ શકે છે. કારણ કે અનુરાગ કશ્યપ બોલિવૂડમાં થ્રિલર ફિલ્મો માટે જાણીતો છે.
અનુરાગ કશ્યપ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રાહુલ ભટ્ટ અને સની લિયોન જોવા મળશે. આ ફિલ્મ ‘ઝી સ્ટુડિયો’ અને ‘ગુડ બેડ’ ફિલ્મોના રંજન સિંહ અને કબીર આહુજા દ્વારા બનાવવામાં આવી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે દર્શકોને ડિરેક્ટરની ‘Kennedy’ કેટલી પસંદ આવે છે?