ટ્રેન્ડિંગમનોરંજન

અનુરાગ કશ્યપે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર ઉઠાવ્યા સવાલો : વિવેક અગ્નિહોત્રી સાથે છેડાયુ શાબ્દિક યુદ્ધ

ઘણી વખત બોલિવુડમાં વિવાદો થતા રહે છે, તેવામાં વધુ એક હાલ બોલિવુડ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ અને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધ છેડાઈ ચૂક્યુ છે. અનુરાગ કશ્યપે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે,'”બોલીવુડ સમગ્ર ભારતની ફિલ્મો પ્રત્યેના તેના જુસ્સા અને તેને બનાવવાના પ્રયાસોથી બરબાદ થઈ રહ્યું છે.’

આ પણ વાંચો : અમદાવાદ : ‘ધ અર્થિંગ ગ્રુપ’ દ્વારા ફ્રી થિયેટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

anurag kashyap vs vivek agnihotri - Hum Dekhenge News
Anurag Kashyap vs Vivek Agnihotri

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર ઉઠ્યા સવાલ

બંનેની ચર્ચામાં ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકોએ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મમાં બતાવેલી વાર્તાને અર્ધસત્ય ગણાવી છે. તેથી હવે વિવેક અગ્નિહોત્રીએ અનુરાગ કશ્યપના ઈન્ટરવ્યુ પર પ્રતિક્રિયા આપી છે. ટ્વિટર પર એક અખબારમાં અનુરાગ કશ્યપના નિવેદનનો સ્ક્રીનશૉટ શેર કરતા અગ્નિહોત્રીએ લખ્યું, “હું તેમના વિચારો સાથે સંપૂર્ણપણે અસંમત છું. તમે સહમત છો? આ પછી સોશિયલ મીડિયા પર બંને વચ્ચે ચર્ચા ચાલી હતી. વિવેક અગ્નિહોત્રીના ટ્વીટનો જવાબ આપતા અનુરાગ કશ્યપે તેની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની સ્ટોરી પર સવાલ ઉઠાવ્યા હતા.

બંને વચ્ચે છેડાયું શાબ્દિક યુદ્ધ

અનુરાગ કશ્યપે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ટાર્ગેટ કરતા લખ્યું, “સર, આમાં તમારી ભૂલ નથી. તમારી ફિલ્મોનું રિસર્ચ પણ તમારા ટ્વિટ જેવું છે. તમારી અને તમારા મીડિયાની પણ એવી જ હાલત છે. પરંતુ, આગલી વખતે તમે ગંભીર રિસર્ચ કરશો એવી આશા છે. વિવેક અગ્નિહોત્રીએ જવાબમાં અનુરાગ કશ્યપએ આ પડકાર ફેંક્યો હતો.

તમે સાબિત કરો કે હિંદુ ક્યારેય મરતા નથી : વિવેક અગ્નિહોત્રી

વિવેક અગ્નિહોત્રીએ અનુરાગ કશ્યપના ટ્વીટનો યોગ્ય જવાબ આપતા લખ્યું, “ભોલેનાથ, હવે તમે સાબિત કરો કે કાશ્મીર ફાઇલો પર ચાર વર્ષનું રિસર્ચ ખોટું હતું.” ગિરિજા, ટીકુ, બી.કે.ગંજુ, એરફોર્સ કિલિંગ, નદીમાર્ગ આ બધા ખોટા હતા. 700 પંડિતોના વીડિયો પણ ખોટા હતા. હિંદુ ક્યારેય મૃત્યુ પામ્યા નથી તે હવે તમે સાબિત કરો, આવી ભૂલ ફરી નહીં થાય.’

શા માટે શરુ થયો વિવાદ ?

વાસ્તવમાં, અનુરાગ કશ્યપે પોતાના ઈન્ટરવ્યુમાં ‘કંતારા’ અને ‘પુષ્પા’ ફિલ્મોની સફળતા વિશે વાત કરતા બોલિવૂડનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે “બોલીવુડ સમગ્ર ભારતની ફિલ્મો પ્રત્યેના તેના જુસ્સા અને તેને બનાવવાના પ્રયાસોથી બરબાદ થઈ રહ્યું છે. કંતારા અને પુષ્પા જેવી ફિલ્મો તમને બહાર જવાની અને તમારી પોતાની વાર્તાઓ કહેવાની હિંમત આપે છે, પરંતુ ફિલ્મ KGF 2, ભલે ગમે તેટલી મોટી સફળતા હોય, જ્યારે તમે કોઈ પ્રોજેક્ટને કોપીકેટ કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમને નુકસાન થાય છે. આ એ કારણ છે જેના પર બોલિવૂડે પોતાનો નાશ કર્યો છે.”

Back to top button