‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલીએ કર્યો રાજકારણમાં પ્રવેશ: શું તે લોકસભાની ચૂંટણી લડશે?
- રૂપાલી ગાંગુલીએ કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ
- પીએમ મોદીએ બતાવેલા વિકાસના માર્ગ પર આપવા માંગુ છું. યોગદાન
દિલ્હી , 1 મે, અનુપમા ફ્રેમથી ફેમસ થનાર રૂપાલી ગાંગુલીએ ચાહકોના દિલ તો જીતી લીધા છે પરંતુ હવે રૂપાલીએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટેલિવિઝન અભિનેત્રી રૂપાલી ગાંગુલી 01 મે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ છે. લોકસભા ચૂંટણી-2024 દરમિયાન રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાવાથી તેની લોકસભાની ચૂંટણી લડવાની શક્યતા વધી ગઈ છે.
#WATCH दिल्ली: बीजेपी में शामिल होने के बाद अभिनेत्री रूपाली गांगुली ने कहा, “जब मैं विकास के इस ‘महायज्ञ’ को देखती हूं तो मुझे लगता है कि क्यों ना मैं भी इसकी सहभागी बनूं।… मुझे आपका आशीर्वाद और समर्थन चाहिए ताकि मैं जो भी करूं, सही और अच्छा कर सकूं।” https://t.co/0FKaoiHDi6 pic.twitter.com/NSKlxb3Fzw
— ANI_HindiNews (@AHindinews) May 1, 2024
અભિનેત્રીએ રાજકારણમાં પ્રવેશ કરીને શું કહ્યું ?
રૂપાલી હાલમાં અનુપમા સિરિયલનો ભાગ છે. શોમાં લીડ કેરેક્ટર અનુપમાનું પાત્ર ભજવી રહી છે. રૂપાલીએ દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપ પાર્ટીનું સભ્યપદ લીધું. અભિનેત્રીએ કહ્યું- જ્યારે મેં વિકાસનો આ મહાયજ્ઞ જોયો ત્યારે મને લાગ્યું કે મારે પણ તેમાં ભાગ લેવો જોઈએ. મને તમારા આશીર્વાદ અને સમર્થનની જરૂર છે. હું જે પણ કરું તે યોગ્ય અને સારું હોવું જોઈએ.
રૂપાલી ગાંગુલીએ કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ
રૂપાલી ગાંગુલીએ ભાજપમાં જોડાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. કહ્યું કે હું ભાજપમાં એટલા માટે જોડાઈ છું કારણ કે હું પીએમ મોદીએ બતાવેલા વિકાસના માર્ગ પર યોગદાન આપવા માંગુ છું. ‘જ્યારે હું વિકાસના આ મહાન યજ્ઞને જોઉં છું, ત્યારે મને લાગે છે કે શા માટે હું પણ તેમાં સહભાગી ન બનું. થોડા સમય પહેલા રૂપાલી પીએમ મોદીને પણ મળી હતી. કહ્યું ‘મારા માટે મારા વડાપ્રધાન એક સ્ટાર છે, જેણે દેશને એક નવી ઉંચાઈ પર પહોંચાડ્યો છે. આજે હું ગર્વથી કહી શકું છું કે હું મોદીજીના દેશની છું.
કેટલી ફેમસ છે રૂપાલી ગાંગુલી?
અનુપમા શોમાં રૂપાલી ગાંગુલી લીડ કેરેક્ટર અનુપમાનું પાત્ર ભજવી રહી છે. ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. રૂપાલીની લોકપ્રિયતા જબરદસ્ત છે. રૂપાલી ગાંગુલીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2.9 મિલિયન એટલે કે 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે. ગઈકાલે જ અભિનેત્રીએ મુંબઈમાં તેનો 47મો જન્મદિવસ ઉજવ્યો હતો.
આ પણ વાંચો..ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આવતીકાલથી PM મોદી ગજવશે જનસભાઓ