સતીશ કૌશિકની ડેથ એનિવર્સરી પર અનુપમ ખેરે લખી ઈમોશનલ નોટ
- બોલિવૂડના દિગ્ગજ એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર અને કોમેડિયન સતીશ કૌશિકના નિધનને આજે 9 માર્ચના રોજ એક વર્ષ થયું છે. આજે સતીશ કૌશિકની ડેથ એનિવર્સરી છે.
બોલિવૂડના દિગ્ગજ એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર અને કોમેડિયન સતીશ કૌશિકના નિધનને આજે 9 માર્ચના રોજ એક વર્ષ થયું છે. આજે સતીશ કૌશિકની ડેથ એનિવર્સરી છે. સતીશની પહેલી ડેથ એનિવર્સરી પર તેના મિત્ર અને એક્ટર અનુપમ ખેરે તેમને યાદ કરીને સ્પેશિયલ પોસ્ટ કરી છે. અનુપમે સતીશનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ અનુપમે મોકલેલો દોસ્તીનો એક વીડિયો જોવે છે. આ વીડિયોને જોઈને સતીશ ખૂબ ખુશ થાય છે, જોકે તેમને ખ્યાલ ન હતો કે આ ક્ષણોને અનુપમ કેપ્ચર કરી રહ્યા છે.
અનુપમે શેર કર્યો વીડિયો
હવે વીડિયો શેર કરીને અનુપમે લખ્યું છે, મારા વ્હાલા સતીશ, આજથી એક વર્ષ પહેલા ઠીક મારા જન્મદિવસ 7 માર્ચના રોજ મેં તને તારી ઓફિસમાં દોસ્તીનો આ વીડિયો બતાવ્યો હતો અને તને ખ્યાલ ન હતો કે હું તારા રિએક્શન્સને મારા મોબાઈલમાં રેકોર્ડ કરી રહ્યો છું. આજે 9 માર્ચના રોજ તને એક વર્ષ થઈ ગયું છે. મારા માટે તું હમેશા એવો જ રહીશ. હસમુખ, જિંદાદિલ,માસુમ અને દોસ્તીની એક અદ્ભૂત ભેટ. હું તને મિસ કરતો નથી કેમકે મારા માટે તો તું ક્યાંય ગયો જ નથી. ના આ વાત ખોટી છે. હું તને, તારા બકવાસ જોક્સને અને તારી વાતોને ખૂબ મિસ કરું છું.
View this post on Instagram
સતીશની ફિલ્મ કાગઝ-2
સતીશની ફિલ્મ કાગઝ-2 થોડા સમય પહેલા રીલીઝ થઈ હતી, તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ હતું જેમાં અનુપમ અને સતીશની પત્ની અને દિકરી સામેલ થયા હતા. અનુપમે આ દરમિયાન આ વીડિયો શેર કર્યો હતો. જ્યાં તે સતીશની દિકરીને પૂછે છે ફિલ્મ કેવી હતી. તેની પર વંશિકા કહે છે ખૂબ સરસ. પછી પૂછે છે ફિલ્મમાં સું સારું લાગ્યું તો વંશિકા કહે છે. તમારું પાત્ર. અનુપમ ફરી કહે છે, આજનું સ્ક્રીનિંગ ખૂબ જ સ્પેશિયલ હતું કેમકે તું તારી મમ્મી સાથે આવી. તને ફિલ્મ ગમી, હું ખૂબ ખુશ છું.
સતીશની લાસ્ટ ફિલ્મ
સતીશની લાસ્ટ ફિલ્મ ઈમરજન્સી છે, જેને કંગના રનૌતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં સતીશ પૂર્વ સંરક્ષણ પ્રધાન જગજીવન રામનું પાત્ર ભજવી રહ્યા છે. ફિલ્મનું સતીશનું પોસ્ટર પણ રીલીઝ થયું હતું, તેને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો. હવે જ્યારે ફિલ્મ રીલીઝ થશે ત્યારે દર્શકોને સતીશ કૌશિકની આખરી ઝલક જોવા મળશે.
આ પણ વાંચોઃ રૂપર્ટ મર્ડોક ફરી એકવાર લગ્ન કરવા તૈયાર, 25 વર્ષ નાની મહિલા સાથે કરી સગાઈ