ટ્રેન્ડિંગમનોરંજન

અનુપમ ખેરે 69માં બર્થડે પર સરપ્રાઈઝ આપી, નિર્દેશક તરીકે બીજી ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ની જાહેરાત

  • અનુપમ ખેરે પોતાના 69માં જન્મદિવસ પર તેમના નિર્દેશન હેઠળની આગામી ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ની જાહેરાત કરી છે. અભિનેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે.

મુંબઈ, 7 માર્ચઃ બોલિવૂડના નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર અનુપમ ખેર પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતા છે. તેમણે પોતાની કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે અને ઘણા સુંદર પાત્રો પણ ભજવ્યા છે. જાણીતા અભિનેતા અનુપમ ખેર આજે એટલે કે 7મી માર્ચે પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જો કે, આ ખાસ અવસર પર અભિનેતાએ તેના ચાહકોને એક ખાસ સરપ્રાઈઝ આપી છે.

69માં જન્મદિવસ પર ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ની જાહેરાત કરી

અનુપમ ખેરે પોતાના 69માં જન્મદિવસ પર તેમના નિર્દેશન હેઠળની આગામી ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ની જાહેરાત કરી છે. અભિનેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનુપમ ખેર તેમની માતાને કહેતા જોવા મળે છે કે, મા, હું આ પિક્ચર શરૂ કરી રહ્યો છું, જેનું નામ ‘તન્વી ધ ગ્રેટ’ છે. હવે તમે મને અને આ ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકોને માટે આશીર્વાદ આપો. ત્યારબાદ તેમની માતા આગળ કહેતી જોવા મળે છે, ‘ખૂબ સારું કરો… પહેલા કરતા વધુ સારું થા, મારા આશીર્વાદ છે.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

ફિલ્મની જાહેરાત પોસ્ટ કરીને શેર કરી કેપ્શન

અભિનેતાએ આ વિડિયો શેર કરતી વખતે કેપ્શન લખ્યું, (તન્વી ધ ગ્રેટ) આજે હું આ ફિલ્મનું નિર્દેશન કરવાની જાહેરાત કરીને પ્રાઉડ ફીલ કરી રહ્યો છું. કેટલીક કહાનીઓ તેમનો માર્ગ શોધી કાઢે છે અને તમને તેને દુનિયા સાથે શેર કરવા માટે મજબૂર કરે છે. આ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે જે મેં શરૂ કરવા માટે વિચાર્યું છે તે એ છે કે હું મારી મા પાસે જઈને તેના આશીર્વાદ લઉં અને મારા પિતાજીની તસવીર પણ મને આશીર્વાદ આપે. હું છેલ્લા ત્રણ વર્ષથી ઝુનુન, સાહસ, માસુમિયત અને જોયની આ મ્યૂઝિકલ કહાની પર કામ કરી રહ્યો છું અને ફાઈનલી હવે 8 માર્ચનો મહાશિવરાત્રીનો એ દિવસ આવી ગયો છે, જે શુભ અવસર પર આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. ખરેખર, જન્મદિવસ એ તમારી જાતને પડકાર આપવાનો શ્રેષ્ઠ દિવસ છે… કૃપા કરીને મને તમારો પ્રેમ મોકલો… શુભકામનાઓ અને આશીર્વાદો… ઓમ નમઃ શિવાય.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર: સભામાં મધમાખી પાલકે કરી સેલ્ફીની માંગ, PM મોદીએ આ રીતે કર્યું સપનું પૂરું

Back to top button