ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને પોલીસનો કે કાયદાનો જાણે ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ ફાયરિંગ કરી રહ્યા છે અને ક્યાંક કોઈના પર જીવલેણ હુમલો કરી રહ્યા છે.
આ પણ વાંચો : બોપલમાં 2 રાઉન્ડ ફાયરિંગ, પાંચ આરોપીઓની ધરપકડ
ગઇકાલની જ વાત કરવામાં આવે તો ગઈકાલે ગુજરાતમાં ફાયરિંગના બે બનાવ બન્યા જ્યારે એક જગ્યાએ ઊનામાં અમિત જેઠવા હત્યાના મુખ્ય સાક્ષી પર ખુલ્લેઆમ જીવલેણ હુમલો કરવામાં આવ્યો. થોડાક દિવસ અગાઉની વાત કરવામાં આવે તો ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી ડ્રગ્સ પણ પકડવામાં આવ્યો હતો. ત્યારે હવે ગુજરાતમાં સામાન્ય માણસ કેટલો સુરક્ષિત છે તે વિચારવા જેવી બાબત છે.
આ પણ વાંચો : પાટણના હારીજ તાલુકાના દુનાવાડા ગામે 9 રાઉન્ડ ફાયરિંગ, જાણો આખો બનાવ
એક તરફ ગુજરત પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના કાર્યક્રમો કરી પોતાની વાહવાહી કરી રહી છે અને બીજી તરફ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પાટણના હારીજ તાલુકામાં પણ ગઈકાલે ત્રણ જગ્યાએ ફાયરિંગની ઘટના બની હતી તો શું ગુજરાતમાં પણ હવે બિહાર તરફ જઈ રહ્યું છે? જે રીતે અલગ અલગ જગ્યાએ ફાયરિંગ અને જીવલેણ હુમલાની ઘટનાઓ બની રહી છે તે જોતાં લાગી રહ્યું છે કે પોલીસનો ડર હવે આવા અસામાજિક તત્વોને રહ્યો નથી અને મનફાવે તેમ ફાયરિંગ અને જીવલેણ હુમલાની ઘટનાઓ બની રહી છે.
આ પણ વાંચો : અમિત જેઠવા હત્યા કેસના મુખ્ય સાક્ષી ધર્મેન્દ્રગીરી પર જીવલેણ હુમલો
ગુજરાત પોલીસ આવા અસામાજિક તત્વોને કેવી રીતે રોકે છે અને શું કાર્યવાહી કરે છે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે તે વાત નકારી શકે નહિ.