- મસૂદ પેઝેશ્કિયા ઇરાનના નવમાં પ્રમુખ બન્યા
- પ્રથમ તબક્કાના મતદાનમાં કોઈપણ ઉમેદવારને બહુમતી મળી ન હતી
- ઝુંબેશ દરમિયાન પેઝેશ્કિયને ઈરાનની શિયા ધર્મશાહીમાં કોઈ ધરમૂળથી ફેરફાર ન કરવાનું વચન આપ્યું
તેહરાન, 06 જુલાઈ : ઈરાનમાંપ્રમુખની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. પરિણામો અનુસાર હિજાબવિરોધી મસૂદ પેઝેશ્કિયાએ કટ્ટરપંથી નેતા સઈદ જલીલીને હરાવીને જીત મેળવી હતી. તેમના ચૂંટણી ઝુંબેશ દરમિયાન પેઝેશ્કિયને ઈરાનની શિયા ધર્મશાહીમાં કોઈ ધરમૂળથી ફેરફાર ન કરવાનું વચન આપ્યું હતું અને માન્યું હતું કે સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેની દેશની તમામ બાબતોમાં અંતિમ મધ્યસ્થી હશે.
3 મિલિયનથી વધુ મતોથી જીત
પ્રમુખ પદ માટે બીજા તબક્કાનું મતદાન ઈરાનમાં 5 જુલાઈએ થયું હતું, જેમાં લગભગ 3 કરોડ લોકોએ ભાગ લીધો હતો. ત્યાર બાદ આજે પરિણામોમાં પેજેશકિયાએ સઈદ જલીલીને 3 મિલિયનથી વધુ મતોથી હરાવ્યા. ઈરાની મીડિયા અનુસાર, પેજેશકિયનને ચૂંટણીમાં 16.4 મિલિયન વોટ મળ્યા, જ્યારે જલીલીને 1.36 મિલિયન વોટ મળ્યા.
આ પણ વાંચો : 12મી જુલાઈના રોજ નેપાળમાં વિશ્વાસ મત, દોઢ વર્ષમાં પાંચમી વખત વડાપ્રધાન પ્રચંડ કરશે સામનો
ઇરાનના નવમા પ્રમુખ બન્યા
મસૂદ પેઝેશ્કિયન ઈરાનના નવમા પ્રમુખ બન્યા છે. ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રાયસીનું 19 મેના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ પછી ઈરાનમાં પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. 28 મેના રોજ યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં કોઈપણ ઉમેદવારને બહુમતી મળી ન હતી. આ પછી બીજા તબક્કાની ચૂંટણી પેજેશકિયન વચ્ચે યોજાઈ હતી જેમને લગભગ 42 ટકા વોટ મળ્યા હતા અને સઈદ જલીલીને 38 ટકા વોટ મળ્યા હતા.
કોણ છે મસૂદ પેઝેશ્કિયન
મસૂદ પેઝેશ્કીયન એક સર્જન રહી ચૂક્યા છે. તે હાલમાં દેશના સ્વાસ્થ્યમંત્રી છે. ચૂંટણીથી પહેલા રાજકીય ભાષણો દરમિયાન તેમણે અનેકવાર હિજાબનો વિરોધ કર્યો હતો. તે મોરલ પોલિસિંગનો પણ વિરોધ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં હિજાબનો મુદ્દો છવાઈ ગયો હતો.
આ પણ વાંચો : હિંડનબર્ગનું ચીની કનેક્શન તો હતું જ, ભારતીય મદદગારોની પણ તપાસ થવી જોઈએ : મહેશ જેઠમલાણી