ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

હાર્ટ એટેકે લીધો વધુ એક યુવાનનો ભોગ, વડોદરામાં મિત્રો સાથે વાત કરતા કરતા વિદ્યાર્થી ઢળી પડ્યો

Text To Speech

રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે મોતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે. અચાનક યુવાન દીકરાનું મોત થતા તેના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપ્યો છે.

વડોદરામાં મિત્રો સાથે વાત કરતા કરતા વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક

પ્રાપ્ત વિગતો મુજબ વડોદરામાં એમ. એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા દીપ ચૌધરીનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું.  દીપ શ્યામજીભાઇ ચૌધરી (ઉં. 18) (મુળ રહે. ચૌધરીવાસ, વાસણા, પાટણ) ગઈ કાલે રાત્રે છોકરાઓની હોસ્ટેલમાં મિત્રોને મળવા ગયો હતો આ દરમિયાન મિત્રો સાથે વાત કરતા કરતા તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને તે ત્યાંજ ઢળી પડ્યો હતો. જો કે દીપના મિત્રો દીપને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો : ભરૂચ : જૂની મામલતદાર કચેરી સામેની ઇમારત ધરાશાયી, પરિવાર કાટમાળમાં દબાયો, એકનું મોત

નાની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે મોતના કેસમાં વધારો

નોંધનીય છે કે રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે મોતની ઘટનાઓ સતત વધી રહી છે હ્રદયરોગ પહેલા વૃદ્ધોને થતો હતો અને તેની સંખ્યા પણ મર્યાદિત હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે મોતના કેસમાં વધારો થઇ રહ્યો છે. ક્યારેક રમતા-રમતા, ક્યારેક ચાલતા ચાલતા, જમતા જમતા કે વાતો કરતા કરતા પણ માણસ ક્યારે હાર્ટ એટેકનો શિકાર બની જાય તેનું નક્કી રહ્યું નથી . જો કે આવું શા માટે થઈ રહ્યું છે તેની પાછળનું કારણ શું છે. આ અંગે હજુ સુધી પૂરતા પુરાવા મળ્યા નથી.

આ પણ વાંચો : માત્ર 6 રૂપિયાને કારણે ગુમાવવી પડી સરકારી નોકરી, કોર્ટે પણ ન આપી રાહત

Back to top button