- સીરપ પીવાથી બિલોદરાના યુવકની તબિયત લથડી
- યુવકને નડીયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
- ઘર કંકાસથી કંટાળી યુવકે નશીલી સીરપ પીધી
ખેડામાં નશાકારક સીરપકાંડમાં વધુ એક યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલે પહોંચ્યો છે. જેમાં સીરપ પીવાથી બિલોદરાના યુવકની તબિયત લથડી છે. બિલોદરાના હેમંત ચૌહાણ નામના યુવકને નશાકારક સીરપની ગંભીર અસર થઇ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી, જાણો કયા પડશે માવઠુ
યુવકને નડીયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
યુવકને નડીયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જેમાં ઘર કંકાસથી કંટાળી યુવકે નશીલી સીરપ પીધી હતી. તેમાં નશીલી સીરપ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. યુવકને છાતીમાં દુખાવો અને આંખોમાં બળતરા થવા લાગી હતી. તાત્કાલિક પરિવારજનોએ 108 મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. ઘર કંકાસથી કંટાળી યુવક બિલોદરા ગામ નજીક શેઢી નદી કિનારે ગયો હતો. નદીના પટમાંથી સીરપની બોટલો મળી આવતા ઘરે લાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
માથામા દુખાવો, આંખોમા બળતરા જેવા લક્ષણો દેખાયા
સીરપ પીવાથી તબિયત લથડતા યુવકને નડિયાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો છે. યુવકને છાતીમાં દુખાવો, માથામા દુખાવો, આંખોમા બળતરા જેવા લક્ષણો દેખાયા છે. સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી સ્ટાફે તાત્કાલિક સારવાર આપી છે. જેમાં બિલોદરાના હેમંત ચૌહાણ નામના યુવકની તબિયત લથળતા પોલીસ નશીલી સીરપ મામલે વધુ સક્રિય થઇ છે.