અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

EVENING NEWS CAPSULEમાં વાંચો અમદાવાદમાં વધુ એક નબીરો બેફામ, વડોદરા કોર્ટમાં અજાણ્યો શખ્સ બંદુક લઇને ઘૂસ્યો, જાણો દૂધના ભાવમાં કેટલો વધારો

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. જેમાં પોલિસે 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.આ કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે આરોપી ક્લાર્કને જામીન આપ્યા હતા.આથી પીડિતોના પરિજનો દ્વારા આ જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા.જો કે, સુપ્રીમ કોર્ટે આ અરજી ડિસમીસ કરી છે.

વધુ વાંચો : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનો મામલો : 2 કલાર્કની જામીનને પીડિતોના પરિજનોએ પડકારતા કોર્ટે અરજી ડિસમિસ કરી

આણંદમાં નશાની હાલતમાં કાર ચાલકે કાબૂ ગુમાવ્યો.
ઈસ્કોન બ્રિજના એ ગોઝારા અકસ્માતની ઘટનાને અનેક પરિવારને રડતા કરી દીધા હતા, એ અકસ્માત હજી ભુલાયો પણ નથીને નબીરાઓ તેમની ઓવરસ્પિડનો દેખાવ કરવાનું હજી નથી ભુલ્યા, ત્યારે આણંદની સામરખા ચોકડી પાસે નસામાં ધૂત કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી, જેના કારણે મોટો અકસ્માત થતા અટક્યો હતો.

વધુ વાંચો : આણંદ: નસામાં ધૂત કારચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

રાજ્યની નગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું
રાજ્યમાં 6 ઓગસ્ટે 18cની 1 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેની આજે સવારથી મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં 29 બેઠકોમાંથી 20માં ભાજપ તો 8માં કોંગ્રેસની જીત થઈ છે.જ્યારે એક બેઠક પર અન્ય ઉમેદવારની જીત થઈ છે. આ ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકાની બેઠક ભાજપના ફાળે આવી છે.

વધુ વાંચો : રાજ્યની નપા અને મનપાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોણ ક્યાં જીત્યું? 

અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં કરાયો વધારો
અમૂલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો છે. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોએ 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા પ્રતિકિલો ફેટે 820 હતા જે હવે વધીને 850 કરવામાં આવ્યા છે. નવો ભાવ વધારો 11 ઓગસ્ટથી અમલી બનશે.

વધુ વાંચો : BREAKING : 7 લાખ પશુપાલકો માટે સારા સમાચાર, અમૂલે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે કર્યો મોટો વધારો

ચંદ્રયાન-3 પહેલા રશિયાનું લુના-25 ચંદ્ર પર ઉતરશે
ભારતે 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે. તે 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે. તે જ સમયે, રશિયાનું લુના-25 આ પહેલા ચંદ્ર પર ઉતરી શકે છે. રશિયા આ વાહનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાની યોજના ધરાવે છે. ચંદ્રના આ ધ્રુવ પર પાણી આવવાની સંભાવના છે.

વધુ વાંચો : ભારતના ચંદ્રયાન-3 પહેલા રશિયાનું લુના-25 ચંદ્ર પર ઉતરશે, પાંચ દાયકા બાદ ચંદ્ર પર પહોંચવાની તૈયારી પૂર્ણ

શહેરમાં ફરી અસામાજિક તત્વો બન્યા બેફામ
અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને જેગુઆર કારથી કચડી નાંખીને હાહાકાર મચાવી નાંખનાર તથ્ય પટેલના કેસની હજુ તો શાહી સુકાઈ નથી તો બીજી તરફ આવા જ એક નબીરાએ રાણિપ વિસ્તારમાં હાથમાં છરો લઈને 135થી પણ વધુ સ્પીડે કાર ચલાવીને લોકોના જીવ જોખમમાં મુક્યા હતાં.

વધુ વાંચો : અમદાવાદ: શહેરમાં ફરી અસામાજિક તત્વો બન્યા બેફામ, હાથમાં છરા સાથે 135ની સ્પીડે કાર ચલાવનારનો વીડિયો થયો વાયરલ 

વડોદરા કોર્ટમાં અજાણ્યો શખ્સ બંદુક લઇને ઘૂસ્યો
વડોદરા કોર્ટમાં અજાણ્યો શખ્સ આજે બંદુક લઇને ઘૂસી ગયો હતો. અને ન્યાય મંદિર સંકુલમાં ફરીયાદી પર સામાવાળા પક્ષકારો દ્વારા હુમલો કરવામા આવ્યો હતો.વડોદરાના ન્યાય મંદિર સંકુલમાં ફરીયાદી પર સામાવાળા પક્ષકારો દ્વારા હુમલો કરવામા આવ્યો હતો. ત્યારે કોર્ટ પરિસરમાં આ ઘટના બનતા સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે.

વધુ વાંચો : વડોદરાના ન્યાય મંદિર સંકુલમાં ફરીયાદી પર સામાવાળા પક્ષકારોનો હુમલો, અજાણ્યો શખ્સ બંદુક લઇને ઘૂસ્યો

Back to top button