જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં વધારો થયો છે. ઘાટીમાં આતંકીઓ વધું સક્રિય બન્યાં છે. હવે મોડી રાત્રે પણ આતંકીઓ હુમલા કરી રહ્યા છે. શનિવારે રાત્રે કુલગામના કૈમોહમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. હુંમલામાં એક પોલીસ જવાન શહીદ થયા હતા. સુરક્ષા દળો પહોંચ્યા ત્યાં સુધીમાં આતંકીઓ ભાગી ગયા હતા. પોલીસનું કહેવું છે, કે આતંકીઓને શોધી કાઢવામાં આવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે જમ્મુ-કાશ્મીર ના કુલગામના કૈમોહમાં ગ્રેનેડનાં હુમલાની ઘટના સામે આવી હતી. આ આતંકવાદી ઘટનામાં પૂંચના મેંધરના રહેવાસી તાહિર ખાન નામના એક પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. તેને સારવાર માટે અનંતનાગની જીએમસી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં તેમણે દમ તોડી દીધો હતો. અને તે શહીદ થઈ ગયા હતા.
આ પહેલા શનિવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં CRPF નો એક જવાન ઘાયલ થયો હતો. શ્રીનગર પોલીસે ટ્વીટ કર્યું હતું કે આતંકવાદીઓએ અલી જાન રોડ, ઈદગાહ ખાતે સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં એક સીઆરપીએફ જવાનને સામાન્ય ઈજા થઈ હતી.
One grenade was lobbed by terrorist(s) towards security forces on Ali jan road, Eidgah. This caused minor splinter injuries to one CRPF personnel. Cordon and Search operations have been launched to nab culprit(s)
— Srinagar Police (@SrinagarPolice) August 13, 2022
સુરક્ષા દળોએ રાજૌરીમાં ભારતીય આર્મી બેઝ પર આત્મઘાતી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. એન્કાઉન્ટરમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે સેનાના ત્રણ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. ગુરુવારે સવારે ઓપરેશન દરમિયાન સુબેદાર રાજેન્દ્ર પ્રસાદ, રાઈફલમેન મનોજ કુમાર અને રાઈફલમેન લક્ષ્મણન ડીએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ હુમલાની નિંદા કરી હતી. અને આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા.