ડમીકાંડ મામલે યુવરાજસિંહને ભાવનગર પોલીસનું બીજુ સમન્સ, ફરી હાજર થવા ફટકારી નોટિસ
- ડમીકાંડ મામલે યુવરાજસિંહને ફરી સમન્સ મોકલાયું
- ભાવનગર પોલીસે ફરી હાજર થવા ફટકારી નોટિસ
- પોલીસે શુક્રવાર બપોરે 12 વાગ્યા સુધીનો આપ્યો સમય
ડમીકાંડ મામલામાં યુવરાજસિંહ પર નામ ન લેવા માટે પૈસા લેવાનો આરોપ લગાવવામા આવ્યો છે. આ મામલે ભાવનગર પોલીસે યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું હતું. અને યુવરાજ સિંહને આજે બપોરે 12 વાગ્યે હાજર થવા કહ્યું હતું. પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે હાજર થઈ શક્યા ન હતા. ત્યારે આ મામલે આજે ભાવનગર પોલીસે યુવરાજસિંહને ફરી સમન્સ પાઠવ્યું છે.
ભાવનગર પોલીસે યુવરાજસિંહને ફરી સમન્સ પાઠવ્યું
ડમી કાંડ મામલે એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ મામલે યુવરાજ સિંહ પર આરોપ લાગતા એક નવો વળાંક આવ્યો છે. યુવરાજ સિંહ પર ડમી કાંડમાં નામ ન લેવા બાબતે પૈસા લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ભાવનગર પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. અને આજે બપોરે 12 વાગ્યે ડીવાયએસપી કચેરીએ યુવરાજસિંહને હાજર થવા કહેવામા આવ્યું હતું. ત્યારે આજે તેમને ટ્વીટ કરીને તબિયત લથડી હોવાથી આજે હાજર નહીં રહી શકે તેમ જણાવી હાજર થવા માટે 10 દિવસનો સમય માગ્યો હતો. જે બાદ આજે ફરી એક વાર ભાવનગર પોલીસે યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું છે. અને 21 તારીખે બપોરે 12 વાગ્યે હાજર રહેવા જણાવ્યું છે. આમ SOGએ તેમણે 3 દિવસનો વધુ સમય આપ્યો છે.
21 તારીખે બપોરે 12 વાગ્યા સુધી હાજર જણાવ્યું
રેન્જ આઈજી દ્વારા ડમી કાંડ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવી હતી. ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાને તેમના પર લાગાવેલા આરોપો સંદર્ભે પોતાનો પક્ષ રજૂ કરવા માટે બોલાવવમા આવ્યા હતા. પરંતુ તેઓ આવ્યા ન હતા જેથી આ મામલે ભાવનગર પોલીસે યુવરાજ સિંહને બીજુ સમન્સ પાઠવ્યું છે. અને યુવરાજ સિંહન21 તારીખે બપોરે 12 વાગ્યા સુધી હાજર થવા માટે કહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, “તપાસમાં પોલીસે 36 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે, જેમાંથી 6ની ધરપકડ કરી લેવામા આવી છે. ડમીકાંડમાં તમામ દોષીઓને ઝડપી લેવામાં આવશે. આક્ષેપો મુજબ તટસ્થ તપાસ માટે યુવરાજનો પક્ષ જાણવો જરૂરી છે. અને બીજીવાર યુવરાજ સિંહ હાજર ના રહે તો કાયદાકીય પ્રક્રિયા વિશે વિચારણા થશે.”
આ પણ વાંચો : નર્મદા પરિક્રમા દરમિયાન બોટ પલટી જતા શ્રદ્ધાળુઓ નદીમાં ખાબક્યા, NDRFએ કર્યું રેસ્ક્યું