અમદાવાદગુજરાત

અમદાવાદમાં ઓવરબ્રિજ પરથી કૂદકો મારી વધુ એક આપઘાત : રિક્ષાચાલક વૃદ્ધનું કમકમાટીભર્યું મોત

Text To Speech

અમદાવાદમાં ઓવરબ્રિજ ઉપરથી કૂદકો મારી વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. શહેરના એસજી હાઈવે ઉપરના ઇસ્કોનબ્રિજ પર આજે બપોરે એક વૃદ્ધએ મોતનો કૂદકો લગાવ્યો હતો. તેઓ નીચે પડતાની સાથે જ તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. વૃદ્ધના આપઘાતનો સમગ્ર બનાવન સીસીટીવી પણ નોંધાયો છે. ઈસ્કોન પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી છે.

કોણ છે મૃતક ?

આ ઘટના બાદ સ્થળે પહોંચેલી પોલીસે મૃતક અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા માંગીલાલ ખટિક હતા. તેઓ આજે સવારે પોતાના ઘરેથી કામ છે, એમ કહીને રિક્ષા લઈને નીકળ્યા હતા. બાદમાં તેમણઓઆ પગલું ભરી લીધું હતું. પોલીસ તપાસમાં તેઓ ઘણા સમયથી બીમારીથી પરેશાન હતા તેવું સામે આવ્યું છે.

બ્રિજ ઉપર રીક્ષા રાખી ઠેકડો મારી લીધો

વધુમાં પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, આજે બપોરે માંગીલાલ પોતાની રીક્ષા લઈ બ્રિજ ઉપર પહોંચ્યા હતા અને સાઈડમાં રીક્ષા રાખી ત્યાંથી કૂદકો મારતાં તેઓ નીચે પટકાયા હતા અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

Back to top button