ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત ATS ની વધુ એક સફળતા, પેપર લીક કાંડમાં બે આરોપીની ધરપકડ

Text To Speech

ગુજરતમાં જુનિયર ક્લાર્કનું પેપર ફુટ્યા બાદ ગુજરાત ATS દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ગુજરાત ATS દ્વારા વધુ બે આરોપીનોને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : વર્ષ 2016થી સરકારી ભરતીઓમાં પેપરલિકેજ અને નોકરી વેચાણના સોદા: યુવરાજસિંહ જાડેજા
પેપર - Humdekhengenewsજુનિયર ક્લાર્ક પેપર લીક થયા બાદ લાખો વિદ્યાર્થીઓને નિરાશા સાથે ઘરે જવું પડ્યું હતું. છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહેલા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. ત્યારે સમગ્ર મામલે ATS પણ કાર્યવાહી કરવામાં કોઈ કશર ન રાખતી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ પ્રતીત થઈ રહ્યું છે. ગુજરાત ATS દ્વારા કોલકત્તા થી બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. બંને આરોપીઓ મૂળ બિહારના છે અને વડોદરા ખાતે રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે. નિશિકાંતસિંહા કુશવાહ અને સુમિતકુમાર રાજપૂત નામના બંને આરોપીઓને પેપરલીક કાંડમાં ઝડપી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ગુજરાત સરકાર પીડિતોની પડખે, વ્યાજખોરો વિરુદ્ધની મેગા ડ્રાઈવમાં 1 હજારથી વધુની ધરપકડ

ઉલ્લેખનીય છે કે સમગ્ર પેપરકાંડ વડોદરા શહેરમાં ભાસ્કર ચૌધરીની ઓફિસથી પકડાયું છે અને ગુજરાત ATS આ મામલે તપાસ પણ બારીકાઈથી કરી રહી હોય તેવું લાગે છે ત્યારે એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં ગુજરાત ATS ને મોટી સફળતા મળી રહી છે.

Back to top button