રાજસ્થાનના કોટામાં વધુ એક વિદ્યાર્થીએ મોતને વ્હાલું કર્યું; 2023માં 21માં વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન
નવી દિલ્હી: એક 18 વર્ષીય વિદ્યાર્થી જે એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) ની તૈયારી કરી રહ્યો હતો, તેનું મંગળવારે (15 ઓગસ્ટ) રાજસ્થાનના કોટામાં કથિત રીતે આત્મહત્યા દ્વારા મૃત્યુ થયું હતું. પોલીસે બુધવારે આ જાણકારી આપી હતી.
હિન્દુસ્તાન ટાઈમ્સે એક અહેવાલમાં પોલીસ રેકોર્ડને ટાંકીને જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓમાં આ મહિનામાં મંગળવારે થયેલી આત્મહત્યાની ચોથી ઘટના છે, મોટે ભાગે JEE અને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની તૈયારી કરી રહ્યાં હતા. આ વર્ષની 21મી ઘટના છે.જે આઠ વર્ષમાં સૌથી વધુ છે.
મહાવીર નગર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર (SI) પરમજીત સિંહે જણાવ્યું હતું કે, “બિહારનો વિદ્યાર્થી મંગળવારે રાત્રે મહાવીર નગરમાં તેના પેઇંગ ગેસ્ટ (PG) આવાસમાં તેના મકાનમાલિક દ્વારા મૃત હાલતમાં મળી આવ્યો હતો.”
આ પણ વાંચો-આ શખ્સે એક જ દિવસમાં કરી 3 લાખ કરોડની કમાણી
તેમણે કહ્યું, ‘વિદ્યાર્થી એક વર્ષ પહેલા કોટા આવ્યો હતો અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)ની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. તે પીજીમાં રહેતો હતો. મંગળવારે રાત્રે વારંવાર ખટખટાવ્યાનો જવાબ ન આપતાં મકાનમાલિકે દરવાજો તોડ્યો હતો, જ્યાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.
એનડીટીવીના અહેવાલ મુજબ, મૃતક વિદ્યાર્થીની ઓળખ 18 વર્ષીય બાલ્મીકી પ્રસાદ તરીકે થઈ છે, જે બિહારના ગયાનો વતની હતો.
એસઆઈએ કહ્યું કે વિદ્યાર્થી આઈઆઈટીમાં જોડાવાના બીજા પ્રયાસની તૈયારી કરી રહ્યો હતો. કોઈ સુસાઈડ નોટ મળી નથી અને પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીના વર્તનમાં કોઈ ફેરફાર થયો નથી. તેમણે જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો-BREAKING:ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી લેન્ડર અલગ, મિશન મૂન માટે આગામી 6 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ
11 ઓગસ્ટના રોજ બિહારમાંથી JEEની તૈયારી કરી રહેલા 17 વર્ષના વિદ્યાર્થીએ મહાવીર નગરની એક હોસ્ટેલમાં આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા હતા. 4 ઓગસ્ટના રોજ મહાવીર નગરમાં બિહારના 17 વર્ષના એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. આના એક દિવસ પહેલા 3 ઓગસ્ટના રોજ NEETની તૈયારી કરી રહેલા ઉત્તર પ્રદેશના એક વિદ્યાર્થીએ વિજ્ઞાન નગરમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ ડેટા અનુસાર, કોટામાં 2022માં 15, 2019માં 18, 2018માં 20, 2017માં સાત, 2016માં 17 અને 2015માં 18 વિદ્યાર્થીઓના મોત થયા હતા. 2020 અને 2021માં કોઈ આત્મહત્યા થઈ નથી.
ડેટા એ પણ બહાર આવ્યું છે કે આ વર્ષે કોટામાં આવા વિદ્યાર્થીઓમાં દર મહિને સરેરાશ ત્રણ આત્મહત્યા નોંધાઈ છે. ગયા મહિને બે NEET પરીક્ષાર્થીઓ સહિત ચાર વિદ્યાર્થીઓએ 10 કલાકના ગાળામાં આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા હતા.
આ પણ વાંચો-CAGના અહેવાલને ટાંકીને કોંગ્રેસે સત્તાધારી પક્ષ પર કર્યા પ્રહાર; માંગ્યો જવાબ