ગુજરાતસાયન્સ એન્ડ ટેકનોલોજી

IT ક્ષેત્રે ગુજરાતનો વિકાસ વધારવાની દિશામાં વધુ એક પગલું, IBMની સોફટવેર લેબ્સનો ગિફટ સિટીમાં પ્રારંભ

Text To Speech

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વખ્યાત IBMની સોફટવેર લેબ્સનો ગાંધીનગરના ગિફટ સિટીમાં શુભારંભ કરાવતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે વડાપ્રધાનશ્રીએ આપેલા ડિઝીટલ ઇન્ડીયા મિશનમાં ગુજરાતે ડિઝીટલ ટ્રાન્સફોરમેશનમાં બેંચ માર્ક પ્રસ્થાપિત કર્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિફટ સિટીમાં કાર્યરત થઇ રહેલી IBMની સોફટવેર લેબ કલાઉડ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માટે સ્કીલ્ડ મેન પાવર ગુજરાતમાં તૈયાર કરવામાં નવું બળ પુરૂં પાડશે.

ભૂપેન્દ્ર પટેલે ગિફટ સિટીના પ્રેસ્ટીજ ટાવરમાં કાર્યરત થઇ રહેલી IBM સોફટવેર લેબનું ઉદઘાટન રાજ્યના સાયન્સ ટેક્નોલોજી મંત્રી શ્રી જિતુભાઇ વાઘાણી, IBMના સિનીયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ટોમ રોસામિલીયા, નિકલ લામોરોકસની વિશેષ ઉપસ્થિતીમાં કર્યુ હતું. મુખ્ય સચિવપંકજકુમાર, IBM ઇન્ડીયાના સાઉથ એશિયાના એમ.ડી. સંદીપ પટેલ, ગિફટ સિટીના ચેરમેન સુધિર માંકડ, એમ.ડી તપન રે તેમજ સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નહેરા અને આમંત્રિતો આ અવસરે સહભાગી થયા હતા.

IBM Opening 01

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને યુવાશક્તિના આઇ.ટી સામર્થ્યને ભરોસે આ ડીકેડને ટેકેડ-ટેક્નોલોજીનો દસકો બનાવવાનો જે સંકલ્પ કર્યો છે તેમાં સ્કીલ્ડ બેઇઝડ લર્નિંગથી ગુજરાત પણ પોતાનું યોગદાન આપવા સજ્જ છે. સાથે જ તેમણે ઉમેર્યુ કે, દેશમાં ડિઝીટલ ઇન્ડીયાની વાતો થતી હતી તે પહેલાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં ટેક્નોલોજી આધારિત ઇ-ગર્વનન્સનો મજબૂત પાયો નાંખી દીધો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : હવે એલજી મેડિકલ કોલેજનું નામ ‘નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ’

ગુજરાતમાં સરકારે નવી IT અને ITeS પોલિસી બનાવી છે. આ પોલિસીના માધ્યમથી રાજ્યની આઇ.ટી ઇકોસિસ્ટમના વિકાસનો એક સાનુકુળ માહોલ તૈયાર કરવાનો અમારો ઉદેશ છે. જેના અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં આઇ.ટી સેક્ટરના આઠ ગણા વિકાસ માટેનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે. જેની સાથે જ સુદ્રઢ IT ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવ્યું છે કે આ ક્ષેત્રે રોકાણો માટે ગુજરાત આવનારા હરેકના મુખ પર કાયમ સ્મિત જળવાઇ રહે અને તેમને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની અનૂભુતિ થાય.

IBM Opening 02

IBMના ટોમ રોસામિલિયાએ ગુજરાત અને ભારત સાથેના તેમના વ્યવસાયિક સાહસોની સફળતાની અપેક્ષા દર્શાવતાં ગુજરાત સરકારના મળી રહેલા સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. મેનેજિંગ ડિરેકટર સંદીપ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્ર IT+IT=ITને ચરિતાર્થ કરવામાં ગુજરાતે ICT ઇન્ફ્રાસ્ટ્રકચરથી લીડ લઇને આ ક્ષેત્રે વ્યાપક રોકાણો મેળવ્યા છે તેમાં હવે IBMનો ઉમેરો થયો છે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો : સેમીકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં દેશનું કેન્દ્ર બનશે ગુજરાત, રૂ.1 લાખ 54 હજાર કરોડના થયા MOU

Back to top button