ટ્રેન્ડિંગમનોરંજન

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું વધુ એક સ્ટાર કપલ, ઐશ્વર્યા અર્જુન બની ઉમાપતિ રમૈયાની દુલ્હન

Text To Speech
  • ઐશ્વર્યાએ લોકપ્રિય અભિનેતા થમ્બી રમૈયાના પુત્ર ઉમાપતિ રમૈયા સાથે લગ્ન કર્યા છે. દંપતીએ 10 જૂન, 2024 ના રોજ ચેન્નાઈમાં સાત ફેરા લીધા. હવે બંનેના લગ્નની તસવીરો સામે આવી છે.

12 જૂન, ચેન્નઈઃ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરનાર સાઉથના અભિનેતા અર્જુન સરજાની પુત્રી ઐશ્વર્યા અર્જુન લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. ઐશ્વર્યાએ લોકપ્રિય અભિનેતા થમ્બી રમૈયાના પુત્ર ઉમાપતિ રમૈયા સાથે લગ્ન કર્યા છે. દંપતીએ 10 જૂન, 2024 ના રોજ ચેન્નઈમાં સાત ફેરા લીધા. હવે બંનેના લગ્નની તસવીરો સામે આવી છે.

ઐશ્વર્યા અને ઉમાપતિએ અભિનેત્રીના પિતા અર્જુન સરજા દ્વારા ચેન્નઈમાં બનાવવામાં આવેલા હનુમાન મંદિરમાં તેમના પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું વધુ એક સ્ટાર કપલ, ઐશ્વર્યા અર્જુન બની ઉમાપતિ રમૈયાની દુલ્હન Hum dekhenge news ઐશ્વર્યા અર્જુને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. અભિનેત્રી લાલ રંગના જોડામાં દુલ્હન બની છે. લગ્નના ખાસ અવસર પર ઐશ્વર્યા અર્જુને લાલ રંગની કાંજીવરમ સાડી પહેરી હતી જેના પર ગોલ્ડન ટચ વર્ક હતું. ઐશ્વર્યાએ તેનો બ્રાઈડલ લુક પારંપરિક જ્વેલરીથી નિખાર્યો હતો. જેમાં તેણે ચોકર નેકલેસ, લાંબો હાર, માથા પટ્ટી, ઝુમખા, બંગડીઓ અને ગજરાથી વાળ સજાવ્યા હતા.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું વધુ એક સ્ટાર કપલ, ઐશ્વર્યા અર્જુન બની ઉમાપતિ રમૈયાની દુલ્હન Hum dekhenge news

જ્યારે વરરાજા ઉમાપતિ રામૈયાએ સફેદ ધોતી અને શર્ટ પહેરીને પરંપરાગત પોશાક પહેર્યો હતો. તસવીરોમાં ઐશ્વર્યા અને ઉમાપતિ લગ્નની વિધિ કરતા જોવા મળ્યા હતા. અન્ય ફોટોમાં અભિનેત્રી વરરાજાને માળા પહેરાવતી જોવા મળી રહી છે. ફોટામાં તેની ખુશી સ્પષ્ટ દેખાય છે. ઐશ્વર્યા અને ઉમાપતિ વર્ષ 2021થી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ મિર્ઝાપુરની ગાદી માટે ફરી લડાઈ શરૂ: ઘાયલ સિંહ ફર્યો પાછો, જંગલમાં કોણ કરશે રાજ?

Back to top button