ગુરુવારે દિલ્હીમાં એક મોટી દુર્ઘટના ટળી. સ્પાઈસ જેટની એક ફ્લાઈટની ઓટો પાયલોટ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી જેના કારણે ફ્લાઈટને તાત્કાલિક દિલ્હી ઉતારવાની ફરજ પડી હતી. આ ફ્લાઈટે દિલ્હીથી નાસિક માટે ઉડાન ભરી હતી. સ્પાઈસજેટ B737 ફ્લાઈટ SG 8363 એ આજે સવારે 6:54 વાગ્યે દિલ્હીથી નાસિક માટે ઉડાન ભરી હતી. પરંતુ મિડ એરમાં ઓટો પાયલોટ સિસ્ટમમાં ખામી સર્જાતા ફ્લાઈટને દિલ્હી પરત ફરવું પડ્યું હતું.
“SpiceJet B737 aircraft VT-SLP, operating flight SG-8363 (Delhi-Nashik) on Thursday was involved in an air turnback due to an autopilot snag,” the official said. https://t.co/nrmtIkPd6C
— ANI (@ANI) September 1, 2022
SpiceJet ની વધુ એક્ ફ્લાઇટમાં ખરાબી
સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું કે 1 સપ્ટેમ્બર, 2022ના રોજ સ્પાઈસજેટના બોઈંગ 737 એરક્રાફ્ટની દિલ્હીથી નાશિક ફ્લાઈટને દિલ્હી પરત ફરવાનું હતું. ઓટોપાયલટ સિસ્ટમમાં ખામી જણાતા ક્રૂ મેમ્બરોએ આ પગલું ભરવું પડ્યું હતું. જોકે, ફ્લાઈટનું સામાન્ય લેન્ડિંગ દિલ્હીમાં થયું હતું. આ પછી તમામ મુસાફરો સુરક્ષિત રીતે ફ્લાઈટમાંથી ઉતારવામાં આવ્યા હતા.
SpiceJet B737 aircraft VT-SLP, operating flight SG-8363 (Delhi-Nashik) today morning returned midway to the city due to an 'autopilot' snag, a DGCA official said. The Boeing 737 aircraft landed safely, he said. pic.twitter.com/ntpQUiMXcO
— ANI (@ANI) September 1, 2022
અવારનવાર ટેકનિકલ ખામીના બનાવો બને છે
સ્પાઇસજેટ તેના પ્લેનમાં ટેક્નિકલ ખામીની વારંવાર ઘટનાઓનો સામનો કરી રહી છે. DGCAએ 6 જુલાઈના રોજ એરલાઈન કંપનીને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. સોમવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે સ્પાઈસજેટ બોઈંગ 737-800 એરક્રાફ્ટનું ટાયર ફાટી ગયું હતું. આ પછી દિલ્હીથી આવતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
દુબઈથી મુદુરાઈ જતી ફ્લાઈટના આગળના વ્હીલમાં ખામી સર્જાઈ હતી
ઉલ્લેખનીય છે કે અગાઉ 12 જુલાઈએ દુબઈથી મુદુરાઈ જતી ફ્લાઈટના આગળના વ્હીલમાં ખામી સર્જાઈ હતી. જે બાદ ફ્લાઇટ મોડી પડી હતી. તો 2 જુલાઈએ જબલપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સની કેબિનમાં ધુમાડો જોવા મળ્યો હતો. ત્યારે ફ્લાઈટ લગભગ 5,000 ફૂટની ઉંચાઈ પર હતી. ત્યારબાદ ફ્લાઈટને દિલ્હી તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી