ટોપ ન્યૂઝનેશનલ

PM મોદી આજથી 36 કલાકમાં 7 રાજ્યોમાં 8 અલગ-અલગ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે, જાણો રૂપરેખા

  • મોદી કેરળને આપશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ, ખ્રિસ્તી પાદરીઓ સાથે પણ કરશે મુલાકાત
  • ખજુરાહોમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
  • કોચીમાં યુવમ કોન્કલેવમાં ભાગ લેશે
  • દમણ ખાતે અંતિમ કાર્યક્રમમાં આપશે હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની મુલાકાતે કેરળ પહોંચશે. તેઓ અહીં કેરળવાસીઓને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપશે. ઉપરાંત તેઓ ખ્રિસ્તી સમુદાયના વરિષ્ઠ પાદરીઓ સાથે પણ બેઠક કરશે અને યુવા કાર્યક્રમમાં ભાગ લેશે. ભારતીય જનતા પાર્ટી કેરળમાં યુવાનો અને લઘુમતીઓને આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે તેમના આઉટરીચ અભિયાનને આગળ વધારવા માટે વડાપ્રધાનની આ મુલાકાત ખુબ જ મહત્વની છે.

દેશના વિવિધ ભાગોમાં 5000 કિલોમીટરની સફર કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી કેરળ દેશના વિવિધ રાજ્યોના પ્રવાસ પર છે. આ દરમિયાન તેઓ 36 કલાકમાં 7 રાજ્યોમાં 8 અલગ-અલગ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પીએમ મોદી આ સમયગાળા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં 5000 કિલોમીટરની સફર કરશે. દિલ્હીથી શરૂ કરીને વડાપ્રધાન મોદી સૌથી પહેલા મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ કેરળની મુલાકાત લેશે અને ત્યાંથી પશ્ચિમમાં કેન્દ્રશાસિત પ્રદેશોથી થઈને દિલ્હી પરત ફરશે.

મધ્યપ્રદેશના ખજુરાહો જશે

વડાપ્રધાન મોદીના લાંબા કાર્યક્રમ વિશે વાત કરતાં અધિકારીઓએ કહ્યું કે, મોદી 24મી એપ્રિલે સવારે તેમના પ્રવાસની શરૂઆત કરશે. દિલ્હીના ખજુરાહો સુધી મુસાફરી કરીને રીવા જશે. ત્યાં તેઓ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અહીંથી તેઓ 200 કિમીની મુસાફરી કરીને ખજુરાહો પરત ફરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી કોચી જશે. અહીં તેઓ યુવમ કોન્કલેવમાં ભાગ લેવા માટે હવાઈ માર્ગે 1700 કિમીની સફર ખેડશે.

PM મોદી દમણમાં નમો મેડિકલ કોલેજની પણ લેશે મુલાકાત

PM મોદી કોચીથી તિરુવનંતપુરમ જશે. અહીં તેઓ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ કરશે અને વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. તેઓ અહીંથી સુરત થઈને લગભગ 1570 કિમીનું અંતર કાપીને સિલવાસાની મુલાકાત લેશે. અહીં તેઓ નમો મેડિકલ કોલેજની મુલાકાત લેશે. ઉપરાંત તેઓ ત્યાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી દેવકા સીપ્રંટના ઉદ્ઘાટન માટે દમણ જશે. અહીંથી 110 કિલોમીટરનું અંતર કાપીને તેઓ સુરત આવશે. ત્યાર બાદ તેઓ 940 કિમીની સફર ખેડીને સુરતથી દિલ્હી પરત ફરશે. વડાપ્રધાન 5300 કિલોમીટરની હવાઈ યાત્રા કરશે. વડાપ્રધાન મોદી ઉત્તરથી દક્ષિણ ભારતની આ યાત્રા માત્ર 36 કલાકમાં પૂર્ણ કરશે.

Back to top button