ગુજરાતમાં વધુ એક બ્રાન્ડેડના નામે નકલી ઘી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું
- સુરતમાં બ્રાન્ડેડ ઘીના નામે નકલી ઘી સાથે એકની ધરપકડ કરવામાં આવી
- પોલીસે રેડ પાડી સુમુલ ડેરીના સુમુલ શુધ્ધ ધીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો
- સુમુલ શુધ્ધ ઘીના પાઉચ વાળા આબેહૂબ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવ્યા
ગુજરાતમાં વધુ એક બ્રાન્ડેડના નામે નકલી ઘી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સુરતમાં બ્રાન્ડેડ ઘીના નામે નકલી ઘી સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. ડેરીના માલિક કિશન પટેલની ધરપકડ થઇ છે તથા નકલી ઘી આપનાર પ્રતિક ઠક્કર વોન્ટેડ જાહેર કરાયો છે.
આ પણ વાંચો: ગુજરાત: અમદાવાદમાં જાતિય પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો
પોલીસે રેડ પાડી સુમુલ ડેરીના સુમુલ શુધ્ધ ધીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો
સુરતના કાપોદ્રા કારગીલ ચોક કૈવટ નગર સોસાયટીમાં આવેલ જય હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં પોલીસે રેડ પાડી સુમુલ ડેરીના સુમુલ શુધ્ધ ધીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા ડેરીના માલીકની ધરપકડ કરી ડેરીમાંથી ડુપ્લિકેટ શુધ્ધ ઘીના 1 લીટરના અને 500 મી.લીના 8 પાઉચ મળી કુલ રૂપિયા 3410 નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને વોન્ટેડ બતાવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ: સરકારી-ખાનગી હોસ્પિટલોમાં વાઇરલ ઈન્ફેક્શન સાથે સ્વાઇન ફ્લૂના દર્દીઓ વધ્યા
સુમુલ શુધ્ધ ઘીના પાઉચ વાળા આબેહૂબ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવ્યા
તપાસ દરમ્યાન ડેરીમાંથી સુરત-તાપી જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલ ડેરીના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર સુમુલ શુધ્ધ ઘીના 1 લિટરના 3 અને 500 મી.લીના 5 મળી કુલ 7 પાઉચ મળી કુલ રૂપિયા 3410 નો જથ્થો મળી આવ્યો હતો. ડેરી માલીક કિશન શાંતી વિરમગામ (પટેલ) (રહે, સિલ્વાસા ફ્લેટ એ.બી.સર્કલ પાસે સુદામા ચોક મોટા વરાછા) દ્વારા સુમુલ ડેરીના સુમુલ શુધ્ધ ઘીના પાઉચ વાળા આબેહૂબ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવી વેચાણ કરી ગ્રાહકોના આરોગ્યને જાખમમાં મુકવાની સાથે સુમુલ ડેરી સંસ્થા સાથે છેતરપિંડી કરી હતી.