ગુજરાત

રાજ્યમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, આ તારીખે ભારે પવન સાથે વરસાદની આગાહી

Text To Speech

રાજ્યમાં ભરઉનાળે ચોમાસું બેઠું હોય તેમ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે એક પછી એક વરસાદની આગાહી પણ સામે આવી રહી છે. માર્ચ મહિનામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને હાલત કફોડી બની ગઈ છે.ત્યારે હજુ પણ ખેડૂતોને કમોસમી વરસાદી આફતથી રાહત મળશે નહી, ફરી એક વાર ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડશે.

6 અને 7 એપ્રિલે વરસાદની આગાહી

રાજ્યમાં વધુ એક વખત કમોસમી વરસાદ ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. તાજેતરમાં હવામાન વિભાગે કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં રાજ્યના હવામાનમાં ફરી પલટો આવવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેથી તારીખ 6 અને 7 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતા રહેલી છે.

વરસાદની આગાહી-humdekhengenews

ખેડૂતોમાં ચિંતાનો માહોલ

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 6 અને 7 એપ્રિલના ઉતર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં માવઠુ થવાની શક્યતા છે. વધુ એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના કારણે આ કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. ત્યારે આ આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગયા વખતના વરસાદના મારથી ખેડૂત હજુ બેઠો પણ નથી થયો ત્યારે કમોસમી વરસાદનો વધુ એક માર ખેડૂતોને પડશે.

આ વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે

હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રી પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. અને બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં ભારે પવન ફૂંકાવવાની આગાહી કરી છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં ગરમીમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો  : જૂનાગઢ બાયપાસ પાસે અકસ્માત, કારે હડફેટે લેતા GRD જવાનનું મોત, એકને ઇજા

Back to top button