

ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો થવાની આગાહી સામે આવી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વનાં પવન ફૂંકાશે જેના કારણે આગામી 48 કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે. આ સાથે મહત્તમ તાપમાન ઊંચુ રહેવાનાં કારણે બપોરે ગરમીનો પણ અહેસાસ થવાનો છે. જેના કારણે ગુજરાતીઓને બેવડી ઋતુ માટે તૈયાર રહેવું પડશે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના હવે ભૂતકાળ બન્યો પણ બંધ થયેલ ઉદ્યોગોનો આંકડો જાણી રહેશો દંગ
બેવડી ઋતુની અસર થવાને કારણે લોકો બીમાર
અમદાવાદમાં આજે સવારે ઠંડીનો અહેસાસ થયો હતો. જોકે થોડા દિવસથી રાતે અને સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. 24 કલાકમાં શહેરનું તાપમાન ત્રણ ડિગ્રી જેટલું ઘટ્યું છે. પરંતુ બપોરે ગરમીનો અહેસાસ થાય છે. જેના કારણે લોકો બેવડી ઋતુની અસર થવાને કારણે બીમાર પણ થઇ રહ્યા છે. આજથી પાંચ દિવસ માટે હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે.
ક્યાંક એક બે ડિગ્રી તાપમાનમાં વધારો થશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી પાંચ દિવસ હવામાન સુકૂં રહેશે. ક્યાંક એક બે ડિગ્રી તાપમાનમાં વધારો થશે તો ક્યાંક થોડો ઘટાડો થઇ શકે છે. આ સાથે અમદાવાદનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી પહોંચે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં ઠંડી અને ગરમી બંનેનો અનુભવ થશે.
આ પણ વાંચો: સુરતમાં કાપડના વેપારીના ત્યાંથી રૂ.90 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા
વહેલી સવારે તથા રાતના સમયે ઠંડા પવનો ફૂંકાશે
ફેબ્રુઆરીની શરુઆતમાં ઠંડીનું જોર ઘટવા લાગ્યું હતું જોકે, વહેલી સવારે તથા રાતના સમયે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જોકે, આગામી દિવસમાં તાપમાનમાં હજુ ઘટાડો થવાની સંભાવનાના કારણે ઠંડીનું જોર ફરી એકવાર વધશે.
48 કલાક બાદ વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સમયમાં વાતાવરણ સૂકું રહેશે. 48 કલાક બાદ વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. વેસ્ટન ડિસ્ટર્બનની અસર વાતાવરણ પર જોવા મળશે. 48 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. બીજી બાજુ, મહત્તમ તાપમાન ઊંચું હોવાના કારણે બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.