ગુજરાતમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ, કમોસમી વરસાદની સંભાવના
- વાતાવરણ અસ્થિર થતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે
- માર્ચની શરૂઆતથી જ ઉનાળાનો પ્રારંભ થશે
- શિયાળાની વિદાય વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં કમોસમી વરસાદની સંભાવના છે. તેમાં શિયાળાની વિદાય વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. તથા પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થશે. તેમજ ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ઠંડી વધશે.
આ પણ વાંચો: ગુજરાતની 300 જેટલી ખાનગી હોસ્પિટલોમાં આ તારીખે PMJAYમાં સારવાર બંધ રહેશે
વાતાવરણ અસ્થિર થતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને કારણે શિયાળાની ઋતુના વિદાય સમયે આ પ્રકારનું વાતાવરણ સર્જાશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ પણ રહ્યુ હતુ અને વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકો પરેશાન થયા હતા. એકાએક હવામાનમાં પલટો આવવાની શક્યતાઓને પગલે ચિંતા ઉભી થઈ છે. એક તરફ રવી પાકો તૈયાર થઈ ગયા છે. અનેક ખેડૂતો ઘઉં કાઢવાની કામગીરીમાં જોડાયા આવા સમયે વાતાવરણ અસ્થિર થતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
આ પણ વાંચો: PM મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે, 3 જિલ્લાઓના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
માર્ચની શરૂઆતથી જ ઉનાળાનો પ્રારંભ થશે
બીજી તરફ ઠંડીના આ છેલ્લા રાઉન્ડ બાદ માર્ચની શરૂઆતથી જ ઉનાળાનો પ્રારંભ થશે અને આગ ઓકતી ગરમી પડવાની શરૂઆત થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી રાત્રે લઘુત્તમ તાપમાન ઉચકાઈ રહ્યુ છે. જ્યારે દિવસે મહત્તમ તાપમાનનો પારો પણ ઉચકાઈ રહ્યો હોય તેમ ઠંડીમાં ઘટાડો થયો છે. એક તરફ શિયાળાની વિદાય ચાલી રહી છે અને ઉનાળાના આગમનની તૈયારીઓ ચાલી રહી છે. જો કે શિયાળાની ઋતુની વિદાય વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે હજુ એક ઠંડીનો ટૂંકો રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાતમાં બુધવારથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને ઉનાળાના આગમન પહેલાં લોકોને વધુ એક વખત ઠંડી સહન કરવી પડશે. ઠંડીનો આ છેલ્લો રાઉન્ડ હોય માર્ચ મહિનાની શરૂઆતથી ગરમીની શરૂઆત પણ થઈ જવાની શક્યતાઓ રહેલી છે.