ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

કથિત ઈસરો વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીને લઈને વધુ એક ખુલાસો, UKની કેમ્બ્રિજ યુનિ.નું સર્ટિફિકેટ પણ બોગસ બનાવ્યું

Text To Speech

સુરતના કથિત વૈજ્ઞાનિક અને ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવવાનો દાવો કરનાર મિતુલ ત્રિવેદીનો ભાંડો ફૂટી ગયો હતો.જે બાદ સુરત પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામા આવી હતી , જે બાદ તેને લઈને એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ મામલામાં વધુ એક મોટો ખુલાસો થયો છે. હવે મિતુલ ત્રિવેદીએ કેમ્બ્રિજ યુનિ.નું સર્ટિફિકેટ પણ બોગસ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.

ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવવાનો દાવો કરવા મામલે વધુ એક ખુલાસો

મહત્વનું છે કે,ચંદ્રયાન-3ની સફળતા બાદ સુરતના મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન-3ની ડિઝાઈન પોતે બનાવી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ તેનો દાવો ખોટો નિકળતા સુરતમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ સુરત પોલીસે બેંગલુરુ સ્થિત ઈસરોને મિતુલના ડોક્યુમેન્ટ્સ મોકલ્યા હતા. ત્યારે ઈસરોએ મિતુલ ત્રિવેદીના તે ડોક્યુમેન્ટ્સ ખોટા હોવાની પણ પુષ્ટિ કરી છે. આ સાથે ISROએ જણાવ્યું હતુ કે, મિતુલ ત્રિવેદી નામનો કોઈ વ્યક્તિ તેમની સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલો નથી.હવે આ મામલે મિતુલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. ત્યારે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવવાની ડંફાશ મારતા મિતુલ ત્રિવેદીએ કેમ્બ્રિજ યુનિ.નું સર્ટિફિકેટ પણ બોગસ બનાવ્યાનો ખુલાસો થયો છે.

મિતુલ ત્રીવેદીએ કેમ્બ્રિજ યુની.નું સર્ટિફિકેટ પણ બોગસ બનાવ્યું

પ્રાપ્ત જાણકારી મુજબ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મિતુલ ત્રિવેદીએ UKની કેમ્બ્રિજ યુનિ.ના નામે બોગસ ડિગ્રી બનાવી હતી તેમજ મિતુલ ત્રિવેદીએ ઈસરોના 2 બોગસ એપોઇન્મેન્ટ લેટર બનાવ્યા હતા.આ સાથે તેને ડૉક્ટર ઓફ ડિવિનીટી ઈન ક્વૉન્ટમ ફિઝીક્સનું બોગસ સર્ટી બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. તેને આ નકલી ડિગ્રી મોબાઈલમાં બનાવી હોવાનું સામે આવતા તેનો ફોન FSLમાં મોકલાયો છે.

મિતુલે પોતે વૈજ્ઞાનિક બની નર્મદ યુનિ.માં 2021માં સેમીનાર કર્યો

તપાસમાં ખુલાસો થયો છે કે મિતુલે પોતે વૈજ્ઞાનિક બની નર્મદ યુનિ.માં 2021માં સેમીનાર કર્યો હતો. આ તરફ હવે મિતુલે જ્યાં-જ્યાં સેમિનાર કર્યા તે શાળા-કોલેજોને પોલીસે નોટિસ પાઠવવામા આવી છે.

આ પણ વાંચો : ખાખીમાં રિલ્સ બનાવવી ભારે પડી! પોલીસ વડાનો આદેશ ન માનનારા 17 પોલીસકર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહીના આદેશ

Back to top button