વધુ એક પોલીસ કર્મીએ જીવન ટૂંકાવ્યું, અગાઉ ગૃહવિભાગે તણાવમાં રહેતા પોલીસકર્મીઓની યાદી મંગાવી હતી
નવસારીના ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતા સંજય પટેલ નામના પોલીસ કર્મીએ આત્મહત્યા કરી લીધી છે, જે ચીખલી પોલીસ મથકમાં હેડ કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો જ્યાં તે પીએસઓ તેમજ બીટ જમાદાર તરીકેની કામગીરી કરી રહ્યો હતો. આજરોજ સંજય પટેલે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. સંજય પટેલ છેલ્લા કેટલાય સમયથી બિમાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મીના મૃત્યુ બાદ પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યુ છે કે તેની બિમારી તેની આત્મહત્યાનું કારણ હોઇ શકે છે. જોકે, હાલ જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો છે. ત્યારે અહી અનેક પ્રશ્નો ગૃહવિભાગ પર થઈ રહ્યા છે.
આ પણ વાંચો : આત્મહત્યાના કેસ વધતા ગૃહવિભાગે તણાવમાં રહેતા પોલીસ કર્મીઓની યાદી મંગાવી
ફેબ્રુઆરી 2023 માં કાયદો અને વ્યવસ્થાના ADGP નરસિંહા કોમારે રાજ્યના તમામ પોલીસ વડા અને IG ને પત્ર લખી તણાવ અને ડિપ્રેશનમાં રહેતા પોલીસકર્મીઓની યાદી માંગવી હતી. નરસિંહા કોમારે તે સમયે તેમણે કહ્યું હતું કે તણાવમાં રહેતા પોલીસ કર્મીઓની એક યાદી તૈયાર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ યાદી તૈયાર કર્યા બાદ તણાવમાં રહેતા પોલીસ કર્મીઓને તણાવમુક્ત કરવા માટે અલગ અલગ સેશન રાખી તેમણે તણાવમૂકત્ કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ગૃહ વિભાગ દ્વારા સમયાંતરે ગાર્ડઝ અને કમાન્ડોની પણ બદલી કરવામાં આવશે જેથી એક જ જગ્યાએ રહીને પણ તણાવ અનુભવતા કર્મીઓને લાભ થશે. ત્યારે હવે અહી પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું તણાવમુક્ત વાળી વાત ખાલી નિવેદન પૂરતું જ હતું ? રાજ્યમાંથી મંગાવેલ યાદીનું શું થયું ? કેટલા પોલીસકર્મીઓના સેશન કરવામાં આવ્યા ? કેટલા પોલીસ કર્મીઓને તણાવમુક્ત કરવામાં આવ્યા ?