કેજરીવાલની વધુ એક અરજી કોર્ટે ફગાવી, હવે નહીં લઈ શકે પર્સનલ ડૉક્ટરની સલાહ
- અરવિંદ કેજરીવાલે અંગત ડૉક્ટરની સલાહ લેવાની પરવાનગી માંગવા દાખલ કરી હતી કોર્ટમાં અરજી
- કોર્ટે કેજરીવાલની અરજીને ફગાવી, હવે તેમના સ્વાસ્થયની તપાસ AIIMSના ડાયરેક્ટરના નેતૃત્વમાં એક પેનલની રચના કરી
દિલ્હી, 22 એપ્રલિ: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટ તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે. કોર્ટે અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી છે જેમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અંગત ડૉક્ટરની સલાહ લેવાની પરવાનગી માંગવામાં આવી હતી. કેજરીવાલે રાઉસ એવન્યુ કોર્ટમાં ડૉક્ટર સાથે નિયમિત મુલાકાત અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્સ્યુલિન આપવા માટે અરજી કરી હતી.
આરોગ્ય તપાસ માટે AIIMS પેનલની રચના
રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની તેમના પ્રાઈવેટ ડૉક્ટર સાથે નિયમિત મીટિંગની માંગને ફગાવી દીધી છે. કેજરીવાલના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે કોર્ટે AIIMSના ડાયરેક્ટરના નેતૃત્વમાં એક પેનલની રચના કરી છે. AIIMSની પેનલ નક્કી કરશે કે કેજરીવાલને ઇન્સ્યુલિન આપવામાં આવે કે નહીં. કેજરીવાલે તેમની અરજીમાં માંગ કરી હતી કે તેમને તેમની પત્નીની હાજરીમાં 15 મિનિટ સુધી ડૉક્ટરને નિયમિત મળવાની મંજૂરી આપવામાં આવે.
ઇન્સ્યુલિન પર કોર્ટે શું કહ્યું?
અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિનની માંગ અંગે કોર્ટે કહ્યું કે AIIMSના નિષ્ણાત ડૉક્ટરો (Endorinologist/Diabetologist)ની દેખરેખ હેઠળ એક મેડિકલ બોર્ડની રચના કરવી જોઈએ જે તેના પર નિર્ણય લેશે. અરવિંદ કેજરીવાલ ડાયાબિટીસના દર્દી છે અને આમ આદમી પાર્ટી તેમને તિહાર જેલમાં ઇન્સ્યુલિન આપવાની સતત માંગ કરી રહી છે. ઇડી અને કેજરીવાલના વકીલ વચ્ચે આ અંગે કોર્ટમાં લાંબી ચર્ચા ચાલી હતી.
કેજરીવાલે તિહાર પ્રશાસનને લખ્યો હતો પત્ર
તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તિહાર જેલના સુપ્રિટેન્ડેન્ટને પત્ર લખ્યો છે. આ પત્રમાં અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તિહાર જેલનું વહીવટીતંત્ર દબાણ હેઠળ ખોટું બોલી રહ્યું છે. આ સાથે તેમણે પોતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેજરીવાલે એમ પણ લખ્યું છે કે ડૉક્ટરોએ તેમના શુગર લેવલ વિશે ક્યારેય કહ્યું નથી કે ચિંતા કરવાની કોઈ વાત નથી.
આ પણ વાંચો: જેલ તંત્ર ખોટું બોલે છે, હું તો દરરોજ ઈન્સ્યુલિન માગું છુંઃ અરવિંદ કેજરીવાલ