ગુજરાત

ગુજરાતમાં ઠગાઇ કરવાની વધુ એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી

  • પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે તેને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડયો
  • પોલીસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહી છેતરપિંડી કરતો
  • ઘરમાં ઘૂસીને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી રૂ. 4.50 કરોડની ખંડણી માંગી

ગુજરાતમાં ઠગાઇ કરવાની વધુ એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં લોકોને પોલીસમાં ઓળખાણ હોવાનું કહી જૂના-કેસની પતાવટના નામે રૂપિયા પડાવતો શખ્સ યુપીથી ઝડપાયો છે. કોમ્પ્યુટર જમા લેતા સંખ્યાબંધ લોકોની ખાનગી માહિતી મળી આવી છે. તેમજ અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનુ સામે આવ્યુ છે.

આ પણ વાંચો: અમદાવાદનો આ વ્યસ્ત રહેતો રોડ કાયમી ધોરણે બંધ કરવા વિચારણા

પોલીસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહી છેતરપિંડી કરતો

રાજ્યમાં ઠગાઇ કરવાની વધુ એક નવી મોડસ ઓપરેડેન્સી સામે આવી છે. જેમાં પોતાની પોલીસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહીને જૂના કેસની પતાવટના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર બનાવટી સાયબર એક્સપર્ટ અમિત સિંઘને પોલીસે ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. જેમાં તે પોતે અમદાવાદમાં એમિગો એથીકલ હેકિંગ એન્ડ સાઇબર સિક્યુરિટીની કંપની ધરાવી પોલીસ અધિકારીઓને સાયબરની તાલીમ આપે છે તેમ લોકોને જણાવતો હતો.

ત્યારે તેની ઓફિસ તપાસ કરતા પોતાની ઓફ્સિનું એડ્રેસ ડીસીપી ઓફિસ નવરંગપુરા તરીકે જાહેર કર્યું હોવાનું સામે આવ્યું છે. જ્યાંથી કોમ્પ્યુટર જમા લેતા સંખ્યાબંધ લોકોની ખાનગી માહિતી મળી આવી છે. ત્યારે સેટેલાઇટના એક દંપતી પાસેથી આરોપીએ કેસ સેટલમેન્ટના કરવાનું કહીને ધમકી આપી સાડા ચાર કરોડની માંગણી કરી હતી. અને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. જેમાં આરોપી લોકો પાસેથી સોશિયલ મીડિયા પર બ્લુટીક મેળવવાથી લઇને અલગ અલગ કંપનીઓના કામ કરવા માટે 50 હજારથી 10 લાખ સુધીની રકમ તેણે પડાવી હોવાનું સાઇબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતના કલેક્ટરોની “કામગીરી” બાબતે મહેસૂલ વિભાગના મનોજ દાસની કડક સુચના

પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે તેને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડયો

સેટેલાઇટમાં રહેતા એક વેપારીને છેલ્લા ઘણા વર્ષથી કૌટુંબિક ઝઘડા થતા હતા. જેમાં કેસ ચાલુ હતો. જે બાદ ઝઘડો વધી જતા તેમના એક પરિચિત દ્વારા તેમનો પરિચય પોતાને સાયબર એક્સપર્ટ ગણાવતો એવા થલતેજના અમિતકુમાર સિંઘ સાથે થયો હતો. જેમાં અમિત સિંઘે જણાવ્યુ કે નવરંગપુરા પોલીસ સ્ટેશન પાસે આવેલ રોહેરા આર્કેડમાં એમીગો નામની એથીકલ હેકિંગ અને સાયબર સિક્યોરિટી નામની કંપની ધરાવે છે. જેમાં તેમની કંપની પોલીસ અધિકારીઓને સાયબરની તાલીમ આપે છે. જેથી તેની ઓળખાણ ઉચ્ચે પોલીસ અધિકારીઓ સુધી છે. જેથી તે કેસની પતાવટ કરી આપશે.

જે બાદ અમિતે બંનેની ખાનગી માહિતી એકબીજાને વેચીને રૂ.3 લાખ જેટલા મેળવ્યા હતા. અને કેસનું સેટલમેન્ટ કરી આપીશ તેમ કહ્યુ હતુ પરંતુ સેટલમેન્ટ કરી આપ્યુ ન હતુ. તેમજ વધુ રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી. જો કે વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા અમિતે ઘરમાં ઘૂસીને ખોટા કેસમાં ફ્સાવી દેવાની ધમકી આપીને રૂ. 4.50 કરોડની ખંડણી માંગી હતી. આ અંગે વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા અમિત ફરાર થઇ ગયો હતો. પરંતુ પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે તેને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડયો છે.

Back to top button