સુરેન્દ્રનગરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસ અગાઉ જ સુરેન્દ્રનગર જિલ્લાના સમઢિયાળા ગામમાં જમીન વિવાદને લઈ જૂથ અથડામણમાં બે સગા ભાઈની હત્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનાની શાહી હુજ સુકાઈ નથી, ત્યારે વધુ એક વાર જમીન વિવાદમાં 19 વર્ષના યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
જમીનના વિવાદમાં 19 વર્ષના યુવાનની હત્યા
પ્રાપ્ત વિગતો મુજબ પાટડી તાલુકાના વડગામમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા લક્ષ્મણભાઇ ઠાકોરના 19 વર્ષના પુત્ર રાહુલભાઇ ઠાકોર પર જમીન બાબતે કેટલાક લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવામા આવ્યો હતો. જ્યારે સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.આ ઘટનાની જાણ થતાં દસાડા પીએસઆઇ વી.આઇ.ખડીયા સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફરાર થયેલા આરોપીઓને પકડવની તજવીજ હાથ ધરી હતી.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
પોલીસે હત્યાની ઘટનાને પગલે 6 આરોપીઓ સામે નામજોગ ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ હાથધરી છે. આ સાથે જ ગામમાં કોઈ શાંતિ ન ડહોળાય તે માટે સમ્રગ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો.
આ પણ વાંચો : આરોગ્ય વિભાગે લીધો મોટો નિર્ણય; વડોદરાવાસીઓ 10 દિવસ પાણીપુરી ખાઈ શકશે નહિ